દેવી બની બાળકી....... શું શારીરિક વિચિત્રતાને દેવીક ભેટ માની શકાય? તમે કહેશો નહી... કયારેય નહી... આ તો અભિશાપ છે. પરંતુ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના ઇંડાલપુર ગામના લોકો આવું નથી માનતા. આ ગામમાં 4 જુલાઇના રોજ પેદા થયેલી ગીતા, જેમના બે માથા, ચાર હાથ અન બે પગ છે, તેની લોકો દેવીઓની જેમ પૂજા કરે છે. તેને લોકો દેવીનો અવતાર માને છે. ગીતાના પિતા રમેશ જણાવે છે કે મારી દીકરીના બે માથા અને ચાર હાથ હોવાથી દરેક જણ તેને દેવી માં કહીને બોલાવે છે. દૂર-દૂરથી લોકો એમની દીકરીને પૂજાપો ચડાવા આવે છે. જ્યાં ડોકટરોનું કહ્યું છે કે ગીતા ખરેખર તો બે જોડીયા બાળકો છે, જે શારીરિક રૂપે એક-બીજાથી જોડાયેલા છે. ડોકટર અશોક અગ્રવાલના જણાવ્યા અનુસાર આ બાળકોને સિઆમીજની સંજ્ઞા કહી શકાય. આમાં કોઇ દેવી શક્તિ વાળી વાત નથી, આતો ફકત પ્રાકૃતિક વિચિત્રતાનું ઉદાહરણ છે. ઘણી વખત ગર્ભાવસ્થામાં બે ભૂણ એકબીજા સાથે જોડાય જાય છે અને એક સાથેજ વિકાસ પામે છે, જેમના પરિણામ સ્વરૂપે આ પ્રકારના બાળકો પેદા થાય છે. ત્યાં બીજી બાજું આ બાળકીના દર્શન માટે દૂર-દૂરથી લોકો અહીંયા આવે છે. એમાં આ બાળકીની દાદી રામદેવી પણ તેને દેવી માંનો અવતાર માનીને તેની પૂજા-અર્ચના કરે છે. ( એએનઆઇ)