સારવાર કે યાતના ?
લાતો અને મુક્કાઓથી સારવાર !
|
સારવારની સામાન્ય તબીબી પધ્ધતિથી આપણે સૌ વાકેફ છીએ પરંતુ લાતો, થપ્પડ અને મુક્કાથી થતી હિંસક સારવાર પધ્ધતિથી માહિતગાર કરીશુ. આપે, લાતોથી અને મુક્કાઓથી સારવાર થતી જોઈ છે ? જી હાઁ, શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની આ કડીમાં અમે તમને સારવારની આ જ વિચિત્ર પ્રક્રિયા બતાવી રહ્યા છે, જેમાં છત્તીસગઢના મનસારામ નિસાદ નામની વ્યક્તિ દર્દીઓની સારવાર લાત, મુક્કા અને થપ્પડ મારીને તેમની સારવાર કરે છે.
જ્યારે અમને આની માહિતી મળી ત્યારે અમે તરતજ છત્તીસગઢ તરફ વળ્યા. છત્તીસગઢની રાજધાની રાયપુરથી લગભગ 75 કિલોમીટર દૂર લાડેર નામના ગામમાં આ માણસ સારવારની વિચિત્ર પ્રક્રિયા અજમાવે છે. જ્યારે અમે લાડેર ગામમાં પહોંચ્યા તો અમે જોયુ કે મનસારામ પાસે સારવાર કરાવવા માટે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. થોડી જ વારમાં મનસારામ અહી આવીને એક ઝાડ નીચે બેસી ગયા અને ફરી એક પછી એક બીમાર લોકોને લાતો, થપ્પડ વગેરે મારવાનું શરૂ કરી દીધુ. દર્દીઓ લાઈનમાં ઉભા રહીને પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા હતા.
|
મનસારામનો દાવો છે કે તે કોઈ પણ પ્રકારનો અસાધ્ય રોગ દૂર કરી શકે છે. મનસારામે અમને જણાવ્યુ કે તે પહેલા ખેડૂત હતો પણ ત્રણ વર્ષ પહેલા માઁ એ સ્વપ્નમાં દર્શન આપીને લોકોના દુ:ખ દર્દ દૂર કરવાની આજ્ઞા આપી. બસ ત્યારથી તેઓ વિચિત્ર ઢંગથી સારવારની આ પ્રકિયા ચાલુ છે. પોતાના આ દાવાની સાથે મનસારામ કેટલાય બીજા દાવા પણ કરે છે જેવા કે એક વર્ષથી ભોજન નથી લઈ રહ્યા. દરેક દેવી-દેવતાની શક્તિ મેળવી શકે છે વગેરે.
ફોટોગેલરી માટે અહીં ક્લિક કરો...
અમે મનસારામ પાસે સારવાર કરાવવા આવેલા ઘણા લોકો સાથે વાતચીત કરી. તેમાંથી મોટાભાગના લોકો પહેલીવાર આવ્યા હતા. તેમણે સગાસંબંધીઓ પાસેથી મનસારામના સારવાર કરવા વિશે જાણ થઈ હતી. મનસારામ દરેક દર્દીને અહીં ત્રણવાર બોલાવે છે. તેઓ બતાવે છે કે બીમારીને જડમૂળથી નષ્ટ કરવા માટે દર્દીએ ત્રણવાર તેમની પાસેથી સારવાર કરાવવી જરૂરી છે.
|
વાતચીત દરમિયાન અમે કેટલાક એવા લોકો પણ મળ્યા જે મનસારામની સારવાર પછી સારા થવાનો દાવો કરી રહ્યા હતા, પણ અમને આ દાવો પ્રચાર કરવાનુ એક માધ્યમ લાગ્યુ.
મનસારામના અનુયાયી બતાવી રહ્યા હતા કે મનસારામ બધી સારવાર વિનામૂલ્યે કરે છે. પણ અમે જોયુ કે તેઓ સારવારના પૈસા તો નથી લેતાં પણ તેમને પુષ્કળ ભેટ મળી જાય છે. અને પાછા દર્દીએ પણ તેમની પાસે એકવાર નહી ત્રણ વાર આવવાનું હોય છે, એટલે ભેટ પણ ત્રણ વાર મળે છે. અહીં ભીડ એટલી થાય છે કે મનસારામની બેઠક પાસે લાગનારા ચા-નાશ્તાના હોટલવાળાની ચાઁદી થઈ ગઈ છે. તે રોજ બે થી ત્રણ હજાર રૂપિયાની કમાણી કરી લે છે. અમે જોયુ કે મનસારામ પાસેથી સારવાર કરાવનારા મોટાભાગના લોકો અભણ-ગરીબ છે. જેમણે સ્વાસ્થ્ય સુવિધાઓની વધુ જાણકારી મળી નથી. તેથી મનસારામના દરવાજે દોડી જાય છે. તમે આ વિશે શુ વિચારો છો તે અમને જણાવો.