સંબંધિત સમાચાર
- રાજકોટ સિવિલ હોસ્પિ.ની ગંભીર બેદરકારી, HIVગ્રસ્ત દર્દીનો નેગેટિવ રિપોર્ટ આપ્યો
- ઇડર ગઢની તળેટીમાં ખોદકામ દરમિયાન જૈન મૂર્તિઓના અવશેષ મળ્યા
- મોંઘવારીઃ ઝાલાવાડી ચુડા અને વઢવાણી મરચાંના ભાવમાં વધારો
- ભાવવધારાને કારણે પ્રસંગમાં અપાતી સોનાની ગિફ્ટનું ચલણ અને બજેટ બન્ને ઘટ્યા
- Donald Trumph Food Menu- ટ્રમ્પ સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં ડીનર કરશે, અમેરિકન મહેમાનો આ વિશેષ વાનગીઓનો સ્વાદ લેશે
સુરતવાસીઓને આટલા દિવસ પાણી નહીં મળે, લાઈન બદલવાના કારણે મેજર પાણી કાપ
સુરત શહેરનાં વરાછા વિસ્તારમાં સૂર્યપુર ગરનાળાથી વૈશાલી હેલ્થ સેન્ટર સુધીની 55 વર્ષ જુની પાણીની લાઇન બદલવાની હોવાને કારણે આગામી શુક્રવાર એટલે 28 ફેબ્રઆરીનાં રોજ સેન્ટ્રલ ઝોન ,સહિત સિંગણપોર, ડુમસ , સુલતાનાબાદ, વેસુ, ઉમરવાડા, ઉધના, પાંડેસરા, પાર્લે પોઇન્ટ, ડભોલી, અલથાણ સહિતનાં વિસ્તારોમાં પાણી પુરવઠો પુરો પાડી શકાશે નહી. પરીણામે અસરગ્રસ્ત વિસ્તારનાં લોકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરવાની અપિલ મનપા દ્વારા કરવામાં આવી છે. વરાછા ઝોનમાં વૈશાલી હેલ્થ સેન્ટર જકંશન ચાર રસ્તા, વરાછા મેઇનરોડ અને ખાંડ બજાર સૂર્યપુર રેલ્વે ગરનાળા પાસે પસાર થતી પાણીની લાઇન વર્ષ 1969માં નાખવામાં આવી હતી. છેલ્લા પાંચ દાયકામાં પાણીની લાઇન જર્જરીત થઇ ગઇ હોય નવી લાઇન નાખવાની તજવીજ મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. આગામી 27મી ફેબુઆરી સવારનાં 11 વાગ્યે પાણીની પાઇપો બદલવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેની કામગીરી 29મી ફેબ્રુઆરીનાં રોજ પૂર્ણ થાય તેવો અંદાજ આંકવામાં આવ્યો છે. જેને પગલે 28મી ફેબ્રુઆરીનાં રોજ ઉક્ત વિસ્તારોમાં પાણી પુરવઠો સપ્લાય કરી શકાશે નહી. પરિણામે અગાઉથી જ તમામ રહીશોને પાણીનો સંગ્રહ કરવાની વિનંતી મનપા દ્વારા કરવામાં આવી છે.
