1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

કેશર બરફી

કેશર બરફી
સામગ્રી : પ૦૦ ગ્રામ માવો, ર૦૦ ગ્રામ ખાંડ, એક કપ દૂધ, એક નાની ચમચી કેસર, કાજુ-બદામની કતરણ.

રીત - માવાને ખમણી નાખો, દૂધમાં ખાંડ અને ખમણેલો માવો નાખી ધીમા તાપ પર સતત હલાવતા ગરમ કરો. આ મિશ્રણ જ્યારે ઘટ્ટ બને અને તેમાથી ઘી છૂટવા લાગે ત્‍યારે અડધી ચમચી દૂધમાં કેસરને ઘોળી તેને મિશ્રણમાં નાખી ને હલાવો. તૈયાર મિશ્રણને ઘી લગાવેલ થાળી કે પ્લેટમાં પાથરી ઉપરથી કાજુ-બદામની કતરણ દ્વારા સજાવટ કરી મનપસંદ આકારમાં કાપીને ઠંડી થયા બાદ ઉપયોગમ લો.
About Writer
દેવાંગ મેવાડા