શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

કેસરીયા ભાત

P.R
સામગ્રી : એક કપ બાસમતી ચોથા, 1/4 ટેલબસ્પૂન કેસર, એક તમાલપત્ર, બે ઇંચ તજ, 4 નાની ઇલાયચી, 1/3 કપ કાળી દ્રાક્ષ, 10 કાજુ, બે ચમચી ઘી, 1/2 કપ ખાંડ.

બનાવવાની રીત : અડધા કલાક માટે ચોખાને પાણીમાં પલાળી રાખો. કેસરને ગરમ દૂધમાં જ્યાંસુધી દૂધનો રંગ પીળો ન થાય ત્યાંસુધી નાંખી રાખો. કઢાઈમાં કાજુ, કાળી દ્રાક્ષ જ્યાંસુધી સોનેરી રંગ ન પકડે ત્યાંસુધી તળો અને પછી તેને કાઢીને અલગ મૂકી દો. એ જ પેનમાં થોડું ઘી નાંખી તમાલપત્ર, તજ અને ઇલાયચીનો વઘાર કરો. હવે તેમાં ચોખા મિક્સ કરી કેસરનું મિશ્રણ નાંખો. ત્યારપછી તેમાં ગરમ પાણી નાંખો અને ઉભરો આવે એટલે તેમાં કાળી દ્રાક્ષ અને ખાંડ નાંખી દો. ગેસની આંચ ધીમી કરી કઢાઈને ખુલ્લી રહે તે રીતે ઢાંકી દો. જ્યારે સૂકાઇ જાય એટલે તેને સર્વિંગ ડિશમાં કાઢો અને તળેલા કાજુ અને ઇલાયચી પાવડર નાંખી ગાર્નિશ કરો.
(તમે ઇચ્છો તો આ કેસરી ભાતનો રંગ વધુ ઘેરો કરવા માટે તેમાં કેસરી રંગ પણ ઉમેરી શકો છો.)