કોળાના પેઠા
સામગ્રી - 1 1/2 કિલો સફેદ કોળું, 1 કિલો ખાંડ, 10 ગ્રામ ચૂનો, 2 મોટા ચમચા ગુલાબજળ.
વિધિ - કોળાના છાલટા અને બીજને અલગ કરો. 2 ઈંચના ટુકડા કાપી ચૂનાના પાણીમાં પલાળી દો. 8-10 કલાક પછી ચાર-પાંચ વાર ચોખ્ખા પાણીથી ધોઈ લો.
ટુકડાને થોડા હલકા હાથે બાંધી લો. ઉકળતા પાણીમાં નાખી થોડા નરમ કરી લો. ખાંડ અને પાણી ભેળવી ચાસણી તૈયાર કરો. થોડુ દૂધ નાખી ચાસણીનો મેલ અલગ કરો. ચાસણીમાં કોળાના કટકા નાખી 15 મિનિટ ધીમા ગેસ પર બફાવા દો.
બીજા દિવસે ટુકડા કાઢી ચાસણી ઘટ્ટ કરો. અને કટકા નાખી ફરી 15 મિનિટ ઉકાળો. હવે આને ગેસ પરથી ઉતારી રાતભર રહેવા દો. ત્રીજા દિવસે આ પેઠાને એવી રીતે ઉકાળો કે ચારણી ન તળિયાથી ચોંટે કે ના તો પેઠા પર જામતી જાય. હવે તેમા ગુલાબજળ નાખો, અને ઠંડા કરવા મુકો. ઠંડા થયા પછી તેને એક ડબ્બામાં ભરી લો.
|