નારિયળનો શીરો
|
વિધિ - કાચા નારિયળને છીણીને આખી રાત પાણીમાં પલાળી મૂકો. સવારે સિલબટ્ટા પર વાટી લો. કડાહીમાં ઘી ગરમ કરી વાટેલા નારિયળને ધીમી ગેસ પર સેકો.
માવો જુદો સેકીને, સેકેલા નારિયળના મિશ્રણમાં નાખી દો. હવે ખાંડ નાખીને ધીમા ગેસ પર થવા દો. જ્યારે મિશ્રણ સૂકુ પડે ત્યારે નીચે ઉતારી લો.
હવે આમા ગુલાબ જળ નાખીને, સુકા મેવાને ઘી માં તળીને ઉપરથી સજાવો. ઠંડુ થાય પછી પીરસો.