1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

પૂરણ પૂરી

પૂરણ પૂરી
સામગ્રી - બે વાટકી બાફેલી તુવેર દાળ, એક વાટકી દળેલી ખાંડ, પ૦ ગ્રામ કાજુ-બદામના ટૂકડા, ઘી (પસંદ પમાણે)
ર૦૦ ગ્રામ ઘઉંનો લોટ.

રીત - કઢાઇમાં લગભગ અડધી-પોણી વાટકી ઘી નાખી તેમાં બાફેલી તુવેર દાળને સાંતળો. (વધારે ઘી ,સંદ ન હોય તો ફક્ત એક-બે ચમચી ઘી લઇ શકાય છે.) પ-૭ મિનિટ સાંતળ્યા બાદ તેમાં ખાંડ અને કાજુ-બદામના ટૂકડા નાખી બરોબર મિક્સ કરી લો. ખાંડ ઓગળી જાય અને બરોબર મિક્સ થઇ જાય બાદ દાળને તાપ પરથી ઉતારી લેવી. ઘઉંના લોટમાં બે-ત્રણ ચમચી ઘીનું મોણ નાખી રોટલીના લોટ જેવો લોટ બનાવો. થોડો લોટ લઇ તેની વચ્‍ચે દાળનું પૂરણ રાખી રોટલીની જેમ પૂરણપૂરી લો. વણેલી પૂરણપૂરીને તવી પર વધારે પમાણમાં ઘી સાથે શેકીને ગરમા-ગરમ ઉપયોગમાં લો.
About Writer
દેવાંગ મેવાડા