ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By નઇ દુનિયા|

બનાના બૂમ

N.D
સામગ્રી - દૂધ એક કપ, બદામ પાવડર 1 ટી સ્પૂન, ઈલાયચી પાવડર ચપટી ભરીને, મધ અથવા ખાંડ 1 ટી સ્પૂન, ઈલાયચી કેળા 1 થી 2, લાલ રંગ 3-4 ટીપા.

બનાવવાની રીત - દૂધને અડધો પોણો કલાક ફ્રિજરમાં મૂકીન થોડુ બરફ જેવુ થવા દો. એક ગ્લાસના તળિયામાં એક જગ્યએ ડ્રોપરથી લાલ રંગ નાખો પછી ગ્લાસને ત્રાંસો પકડી ગોળ ફેરવતા રહો. લાલ રંગની સર્પાકાર રેખા ગ્લાસમાં નીચેથી ઉપર સુધી બનાવો. આ ગ્લાસને થોડી વાર ફ્રિજમાં મુકીને લાલ રેખાને સૂકાવા દો.

આ રીતે બધા ગ્લાસ પહેલાથી તૈયાર કરીને મૂકો. મિક્સરમાં દૂધનો બરફ, બદામ પાવડર, ઈલાયચી પાવડર અને કેળા નાખીને સારી રીતે ફેરવો. ઈચ્છો તો એમા બે ચમચી વેનિલા આઈસ્ક્રીમ પણ નાખી શકો છો. આને તરત જ ડેકોરેટ કરેલા ગ્લાસમાં ભરીને સર્વ કરો.