1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

મલાઈ લાડુ

મલાઈ લાડુ
સામગ્રી - પનીર 200 ગ્રામ, 200 ગ્રામ તાજી મલાઈ, તૈયાર મિલ્ક પેકેટ 1, 1/4 ચમચી વેનીલા એસેંસ, ઈલાયચી પાવડર અડધી ચમચી, ચાંદીની વરક 1 પત્તુ, ખાવાનો પીળો રંગ અડધો ગ્રામ, થોડુ કેસર.

બનાવવાની રીત - પનીરને છીણીને તેમા મિલ્ક પાવડર અને મલાઈ સારી રીતે મિક્સ કર્રી લો. હવે આ મિશ્રણને ધીમા તાપ પર સતત હલાવતા રહો. આ મિશ્રણને ત્યાં સુધી ગેસ પર રાખો જ્યા સુધી તે ઘટ્ટ થઈને ઘી ન છોડવા લાગે.

હવે ગેસ પરથી ઉતારી સાધારણ ઠંડુ થવા દો. આ મિશ્રણમાં પીળો રંગ અને વેનીલા એસેંસ નાખી સારી રીતે એકસાર કરી લો. આમાં ઈલાયચી પાવડર ભેળવી લો. થોડુ ઠંડુ થયા પછી આ મિશ્રણના જરૂર મુજબ નાના કે મોટી સાઈઝના લાડુ બાંધી લો ઉપરથી ચાંદીની વરખ ચોંટાડી દો અને કેસરની લગાવી સજાવી દો.
About Writer
વેબ દુનિયા