ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By નઇ દુનિયા|

મેવા ચોકલેટ

N.D
સામગ્રી - સફેદ ચોકલેટ (મોટો પીસ) 250 ગ્રામ, પિસ્તા 40 ગ્રામ, બદામ 30 ગ્રામ, કાજૂ 30 ગ્રામ

બનાવવાની રીત - સૌ પ્રથમ બધા મેવાને કૂણા પાણીમાં થોડા કલાક પલાળી મૂકો. પછી તેના ફોતરા કાઢી તેને સારી રીતે સૂકાય જવા દો. હવે પિસ્તા, બદામ અને કાજૂ ત્રણેને એક આકારમાં કાપી લો. સફેદ ચોકલેટના ટુકડા ઉકાળવા માટે એક વાસણમાં પાણી ભરી તેની અંદર ચોકલેટનુ વાસણ મૂકી ઉકાળવા મૂકો.

ચોકલેટના ટુકડા ઓગાળતી વખતે ચમચીથી સતત હલાવતા રહો જેથી ગાંઠ ન પડે. હવે કતરેલા મેવા સફેદ ચોકલેટના લિકવિડમાં યોગ્ય પ્રમાણમાં નાખો. અને મનપસંદ આકાર આપી ફિજમાં જમાવો. ચોકલેટ જામી જાય પછી સર્વ કરો.