1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

રતનારી પતાશા

રતનારી પતાશા
NDN.D
સામગ્રી - 1 લીટર દૂધ, 250 ગ્રામ રવો, 200 ગ્રામ ચીની, 1 ચમચી ઘી, 2-3 ઈલાયચીનો પાવડર, બદામ 20 ગ્રામ 50 ગ્રામ કોપરાનું છીણ, સાકરિયાના દાણા.

વિધિ - એક કડાહીમાં ઘી નાખીને ગરમ કરો, હવે તેમાં રવાને સેકી લો. હુંફાળુ દૂધ નાખી તેને થોડું ઘાઢુ થવા દો. હવે તેમાં ખાંડ અને ઈલાયચી નાખીને થોડી વાર વધુ થવા દો. ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દો.

આ મિશ્રણની લોઈ બનાવી તેને થોડુ ઘી લગાવો. બદામની કતરન પાડી લો. હવે કોપરાના છીણને બદામી રંગ થાય ત્યાં સુધી સેકો. પતાશાનો આકાર આપી દો. હવે પતાશાની ઉપર કોપરાના છીણ વડે વાળ અને કાનનો આકાર આપી દો. બદામની કતરન વડે મોઢાનો અને નાકનો આકાર આપી દો. સાકરિયા વડે આંખોનો આકાર આપી દો. આ રીતે તમે તમારા મનપસંદ આકારમાં સજાવીને પરોસો.
About Writer
વેબ દુનિયા