1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

સૂરતી ઘારી

સૂરતી ઘારી
P.R
સામગ્રી - મેંદો 2 વાડકી, અડધી વાડકી ઘી(મોણ માટે), 250 ગ્રામ માવો, 1 ચમચી પિસ્તાનો ભૂકો, 1 ચમચી બદામનો ભૂકો, 5-6 ઈલાયચીનો પાવડર, થોડી ચારોળી, 2 ચમચી કોપરાનું છીણ, 1 વાડકી દળેલી ખાંડ, તળવા માટે અને ઉપરથી નાખવા માટે ઘી.

વિધિ - પહેલા મેંદામાં મોણ નાખીને કઠણ લોટ બાંધી લો. આ લોટને ઢાંકી રાખો.
ભરવા માટે - માવાને ચારણી પર મસળીને ચાળી લો, તેમાં કોપરાનું છીણ, દળેલી ખાંડ, પિસ્તા,બદામ અને ઈલાયચીનો પાવડર, ચારોળી નાખીને સારી રીતે મસળી લો.

મેંદાની એક મોટી લોઈ લઈને તેની પૂરી વણો અને તેમાં 2-3 ચમચી માવો ભરીને કિનારીઓને ઉપર એકબીજા સાથે મેળવીને સારી રીતે બંધ કરી દો. આ રીતે બધી ઘારી તૈયાર કરો.

એક કઢાઈમાં ઘી ગરમ કરી, ઘીમા ગેસ પર ઘારીને ગુલાબી થાય ત્યાં સુધી તળો. હવે ઘારી ઠંડી થાય કે તેના પર ઘી નાખો. આ ઘારીને ચાર ભાગમાં કાપીને સર્વ કરો.

આ વાનગી સુરતમાં વધુ જોવા મળે છે, અને ત્યાંની જાણીતી વાનગી છે.
About Writer
વેબ દુનિયા