મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By
Last Modified: ગુરુવાર, 14 જાન્યુઆરી 2016 (16:48 IST)

સ્વીટ પોંગલ

સ્વીટ પોંગલ દક્ષિણ ભારતમાં ઘણા તહેવારો પર  બનાવે છે . પંજાબમાં લોકો એને મકર સંક્રાતિના દિવસે બનાવે છે . મીઠા પોંગલને પારંપરિક ભારી તળિયના વાસણમાં બનાવે છે પણ એને કુકરમાં સરળતાથી અને ખૂબ જલ્દી બનાવી  શકાય છે તો આવો જાણીએ અમે પણ બનાવતા શીખીએ... 
 
સામગ્રી- ચોખા-1 કપ 
મગની દાળ-1/4 કપ 
દૂધ- 1/2 કપ 
ઘી - 1/2 કપ 
કાજૂ- 1/4 કપ
દ્રાક્ષ- 1/4 કપા 
લીલી ઈલાયચી 3 થી 4 
ગોળ/1.5 કપ 
 
સ્ટેપ 1 
મગની દાળને શેકીલો . હવે દાળ અને ચોખાને 10 મિનિટ પાણીમાં પલાળી મૂકી દો. પછી એના પાણી નિથારો. 
 
સ્ટેપ-2 
હવે પાણીમાં દૂધ ચોખા અને ઘી નાખી ચોખાને ગળી જાય ત્યાં સુધી રાંધો અને ગૈસ બંદ કરી દો. કાજૂ , દ્રાક્ષ અને ઈલાયચીને ઘીમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. બીજા પેનમાં ગોળ અને પાણી મિક્સ કરી ઉકાળો. જ્યારે ચાશની બનવા લાગે તો ગૈસ બંદ કરી નાખો. આ ચાશનીને ચાલણીથી ગાળી લો. 
 
સ્ટેપ 3 
મિકસ દાળ અને ચોખાને ચાશનીમાં મિક્સ કરી રાંધી  લો. એમાં ઘી ગર્મ કરી નાખો. હવે કાજૂ કાજૂ , દ્રાક્ષ અને ઈલાયચી મિકસ કરી એમાં ધીમા તાપ પર રાંધો અને સારી રીતે થતા ગર્માગર્મ સર્વ કરો.