Shani Jayanti Wishes in Gujarati - શનિ જયંતિની શુભેચ્છા
happy shani jayanti
Shani Jayanti 2026 Wishes: જેઠ મહિનાની અમાસ તિથિના દિવસે આખા દેશમાં શનિ જયંતિ ઉજવાય છે. આ વર્ષે 16 મે 2026 ના રોજ શનિ જયંતિ છે. ધાર્મિક માન્યતાઓ મુજબ જેઠ મહિનાની અમાસ તિથિના રોજ સૂર્ય અને છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો. તેથી આ દિવસે તેમની પૂજા અર્ચનાનુ વિશેષ મહત્વ છે. બીજી બાજુ જ્યોતિષ શનિદેવને ન્યાયનો કારક ગ્રહ માને છે. તેઓ વ્યક્તિને તેના કર્મના આધાર પર ફળ આપે છે. પણ શનિ મહારાજની કૃપા થતા વ્યક્તિના બધા કામ આપમેળે પૂર્ણ થાય છે અને કરિયરમાં સફળતા મળે છે. એવુ કહેવાય છે કે જો શનિ જયંતિ પર પ્રભુની વિધિ વિધાનથી ઉપાસન અને દાન કરવામાં આવે તોશનિ સાઢે સાતી શનિ દોષ સહિત અન્ય સમસ્યાઓ દૂર થાય છે. આ દરમિયાન બધાને શનિ જન્મ જયંતિની શુભકામનાઓ પણ આપવામા આવે છે. અહી આપેલા કેટલાક સંદેશ દ્વારા તમે પણ શુભેચ્છા મોકલી શકો છો.
happy shani jayanti
1 સૂર્યપુત્ર શનિદેવ આપના જીવનના તમામ કષ્ટો દૂર કરે
અને આપના પર હંમેશા કૃપા દ્રષ્ટિ રાખે તેવી પ્રાર્થના.
શનિ જયંતિની હાર્દિક શુભકામનાઓ!
happy shani jayanti
2. ૐ શં શનૈશ્ચરાય નમઃ. ન્યાયના દેવતા શનિદેવ આપના જીવનમાં
સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી મંગલ કામના.
શનિ જયંતિની હાર્દિક શુભકામનાઓ!
3 જેમના આશીર્વાદથી દુખ દૂર થાય છે,
એવા શનિદેવના પાવન પર્વ
શનિ જયંતિની આપ સૌને ખૂબ ખૂબ વધામણી.
happy shani jayanti
4 શનિદેવ આપના દરેક કાર્યોમાં સફળતા અપાવે
અને આપનું જીવન તેજસ્વી બનાવે તેવી શુભેચ્છાઓ.
happy shani jayanti
5. કર્મના ફળ આપનાર શનિદેવની કૃપાથી
આપના માર્ગમાં આવતી દરેક બાધાઓ દૂર થાય.
શુભ શનિ જયંતિ!
6. જે પણ શનિદેવના શરણે આવે છે, તેના પર કોઈ સંકટ નથી આવતું.
ભગવાન શનિદેવ આપના પરિવારની હંમેશા રક્ષા કરે.
શનિ જયંતિની મંગલકામના!
happy shani jayanti
7. શનિ જયંતિના પવિત્ર દિવસે શનિદેવ આપના જીવનમાંથી
અંધકાર દૂર કરી જ્ઞાન અને ભક્તિનો પ્રકાશ ફેલાવે તેવી પ્રાર્થના.
શનિ જયંતિની શુભેચ્છા
happy shani jayanti
8. સત્ય અને ન્યાયના પ્રતીક એવા શનિ મહારાજ
આપના જીવનમાં ન્યાય અને પ્રગતિના દ્વાર ખોલે.
જય શનિદેવ!