ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 29 નવેમ્બર 2019 (10:56 IST)

પૈસાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો અજમાવો આ 7 વાસ્તુ ટિપ્સ

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના જીવનમાં પૈસાની તંગી ન આવે. પણ અનેકવાર લાખ કોશિશ કરવા છતા જીવનમાં સફળતા મળતી નથી.   જેનુ કારણ ઘરમાં રહેલો વાસ્તુ દોષ હોય છે પણ એ માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે ચાહો તો ઘણા સહેલા ઉપાયો સાથે તમે તમારા ઘરનો વાસ્તુ દોષ દૂર કરી શકો છો તો આવો જાણીએ આ ઉપાયો 
 
કચબો આ અને માછલી 
 
વાસ્તુ મુજબ પીત્તળમાં બનેલ કાચબો અને માછળી ઘરમાં રાખવી ખૂબ શુભ માનવામા6 આવે છે. તેને ઘર કે તમારી ઓફિસમાં મુકવાથી પૈસા સાથે જોડાયેલ બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. જો તમે તમારા ઘરની પૂર્વ દિશામાં ઘાતુથી બનેલો કાચબો કે માછલી મુકો છો તો તમારા માથે ચઢેલુ કર્જ જલ્દી ઉતરી જાય છે 
 
લક્ષ્મી અને કુબેરની મૂર્તિ 
 
પૈસા હંમેશા પૉઝિટિવ એનર્જીથી ભરપૂર ઘરમાં જ ટકે છે.  આવામાં કોશિશ કરો તમારા ઘરનુ વાતાવરણ હંમેશા સકારાત્મક બનાવી રાખો.  વાસ્તુના મુજબ ઘરને નેગેટિવ એનર્જીથી દૂર રાખવા માટે મેન ગેટ પર દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની ફોટો ટાંગો.  આવુ કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નહી આવે. 
 
વાસ્તુદેવની મૂર્તિ 
 
જે ઘરમાં હંમેશા લડા ઝગડાની સ્થિતિ કાયમ રહે છે ત્યા પૈસા ક્યારેય ટકતા નથી.  આવામાં ઘર પરિવારને લડાઈ ઝગડાથી મુક્ત રાખવા માટે ઘરના મંદિરમાં વાસ્તુ દેવની મૂર્તિ કે પછી તસ્વીર મુકો. આવુ કરવાથી ઘરના બધા વાસ્તુ દોષ સમાપ્ત થશે. સાથે જ ઘરમાં સુખ શાંતિ કાયમ રહેશે. 
 
 
પાણીથી ભરેલી સુરાઈ 
 
પાણીથી ભરેલી સુરાહી કે પછી નાનકડુ માટલુ ઘરની ઉત્તર દિશામાં મુકવાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહી આવે.  ધ્યાન રાખો કે પાણીની સુરાઈ કે માટલુ ક્યારેય પણ ખાલી ન મુકો. નહી તો જીવનમાં તમને પૈસાને લઈને હંમેશા ખાલી રહેવાનો અનુભવ થશે. 
 
 
હનુમાનની મૂર્તિ -  હનુમાનજીની પૂજા કરવાથી ત્યા જીવનના બધા કષ્ટોનો નાશ થાય છે.  ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશાને ભગવાન હનુમાનજી ની દિશા માનવામાં આવે છે. આવામાં આ દિશામાં હનુમાનજીનો સાથ ભગવાન રામ અને સીતાજીની મૂર્તિ સ્થાપિત કરીને રોજ તેની પૂજા કરવાથી જીવનમાં ધન અન્નની કમી ક્યારેય નથી થતી. 
 
પિરામિડ - પિરામિડને ઘરમાં મુકવાથી ઘરના બધા સભ્યોની આવકમાં વૃદ્ધિ થાય છે. ઘરના જે સભ્યને પૈસા સાથે જોડાયેલ સમસ્યા ફેસ કરવી પડતી હોય તેના રૂમમાં ચાંદી પિત્તળ કે તાંબાનો પિરામિડ મુકી દો. ચાદી કે પિત્તળનો પિરામિડ ન ખરીદી શકો તો આપ લાકડીનો પણ પિરામિડ ખરીદીને મુકી શકો છો. 
 
આ રીતે તમે નાના નાના ઉપાય કરીને પૈસા સાથે જોડાયેલ તમામ પ્રકારની પરેશાનીઓ દૂર કરી શકો છો. જો મિત્રો આપને અમારો આ વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેયર જરૂર કરો 
અને આવી અન્ય માહિતી માટે લોગઈન કરો અમારી વેબસાઈટ વેબદુનિયા ગુજરાતી પર આને આવતીકાલે ફરી મળીશુ નવી માહિતી સાથે ત્યા સુધી રજા આપશો નમસ્કાર...  
 
 
 
આ ઉપાયો તમારી દરેક પ્રકારની પૈસાની સમસ્યા કરશે દૂર