Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગ્રહ દોષ નિવારણ માટે આટલુ કરો

મંગળવાર, 26 સપ્ટેમ્બર 2017 (18:49 IST)
ભારતના લોકોની નક્ષત્ર અને ગ્રહો પ્રત્યે ખુબ જ ઉંડી આસ્થા હોય છે. ગ્રહોની અનુકૂળતા તેમજ પ્રતિકુળતાનો પ્રભાવ જરૂર પડે છે. તેથી જ તો આપણે યજ્ઞ, જાપ, ધાર્મિક અનુષ્ઠાન વગેરે કરાવીએ છીએ અને આ બધાથી લગભગ વધારે પડતી કામના નિહિત હોય છે. 
 
ઝાડ-પાનનો પણ કાલ ચક્રમાં સુર્ય-ચંદ્ર વગેરે નવગ્રહો તેમજ જ્યોતિથી ખુબ જ નજીકનો અને ઘનિષ્ઠ સંબંધ જણાવવામાં આવે છે. હવન એટલે કે યજ્ઞની અંદર વપરાતી સામગ્રી જુદા જુદા ઝાડ-પાનની હોય છે. સૃષ્ટિના બધા જ પ્રાણીઓ ઝાડ-પાન પર નિર્ભિત છે. જે લોકો કિંમતી રત્નો ખરીદવામાં અસમર્થ હોય તેમણે ઝાડ-પાન અને તેના મૂળની મદદ લેવી જોઈએ.
 
સુર્ય ગ્રહ : જો તમારી કુંડળીની અંદર સુર્ય નબળો હોય, નીચ કે અશુભ પ્રભાવ આપી રહ્યો હોય તો બેલ-પત્ર લાલ કે ગુલાબી દોરાની અંદર બાંધીને રવિવારે ધારણ કરો. આનાથી અશુભ પ્રભાવ ઓછો થશે. 
 
ચંદ્ર ગ્રહ : જો ચંદ્ર દુષિત હોય કે અશુભ હોય તો સોમવારે સવારે ખેરનું મૂળ સફેદ દોરાની અંદર બાંધીને ધારણ કરો. 
 
મંગળ ગ્રહ : જો તમે માંગલિક હોય, મંગળ અષ્ટમ કે બારમા ભાવમાં હોય તો મંગળવારે બપોરના સમયે અનંત મૂળને લાલ દોરાની અંદર લપેટીને ધારણ કરો. 
 
બુધ ગ્રહ : બુધ નકારાત્મકતાનું પ્રતિક આપી રહ્યો હોય તો બુધવારે સવારે વિધારાની મૂળને દોરાની અંદર નાંખીને પહેરો. 
 
ગુરૂ ગ્રહ : ગુરૂ કેન્દ્રાધિપતિ દોષથી પીડિત હોય, અશુભ પ્રભાવ આપી રહ્યો હોય કે પ્રભાવહીન હોય એવામાં ભારંગી કે કેળાના મૂળને ગુરૂવારે બપોરના સમયે પીળા દોરાની અંદર ધારણ કરો. 
 
શુક્ર ગ્રહ : કેન્દ્રાધિપતિ દોષથી પીડાતો હોય તો શુક્રવારે સવારે સરપોરવાના મૂળને સફેદ દોરાની અંદર બાંધીને પહેરો. 
 
શનિ ગ્રહ : શનિની સાડાસાતી કે અઢીની સ્થિતિમાં શનિવારે સવારે વાદળી દોરાની અંદર બિચ્છુનુ મૂળ ધારણ કરો. 
 
રાહુ ગ્રહ : રાહુ ગ્રહની અશુભતા દૂર કરવા માટે સફેદ ચંદનનો ટુકડો વાદળી દોરાની અંદર બુધવારે પહેરવાથી લાભ થાય છે. 
 
કેતુ ગ્રહ : કેતુ ગ્રહની શુભતા મેળવવા માટે અશ્વગંધાના મૂળને વાદળી દોરામાં ગુરૂવારે ધારણ કરો. આનાથી અશુભ પ્રભાવ સમાપ્ત થઈ જશે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

લોર્ડ્સ વનડે રોહિત શર્માની છેલ્લી મેચ નહિ રહે, હીટમેનનાં સંન્યાસને લઈને BCCI તોડ્યું મૌન

હસીની સિયા, સોનમ અને મુસ્કાન કરતા પણ વધુ ખતરનાક સાબિત થઈ, પતિને ભયાનક મોત આપ્યું, જાણો આખી વાર્તા

વિક્રમ-1 શ્રીહરિકોટાથી ઉડાન ભરશે, જે દેશનું પ્રથમ ખાનગી રોકેટ છે અને ઇતિહાસ રચવા માટે તૈયાર છે

ધારમાં શુક્રવારની નમાજ ન થઈ; મુસ્લિમ સમુદાયે વહીવટીતંત્રના પ્રસ્તાવને નકારી કાઢ્યો અને ભોજશાળા સંકુલ પાસે જગ્યાની માંગણી કરી.

શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો! સેન્સેક્સ 964 પોઈન્ટ વધ્યો, અને નિફ્ટી પણ 261 પોઈન્ટ વધ્યો

આગળનો લેખ
Show comments