ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

આ છે ધન લાભના 2 ઉપાય, તેનાથી દૂર થઈ શકે છે દરિદ્રતા

દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેય ને ક્યારેય પૈસાને લઈને સમસ્યા જરૂર ઉભી થાય છે. અને કેટલાક લોકોને આ સમસ્યા સતત પરેશાન કરે છે.   આવી સ્થિતિમાં કેટલાક સાધારણ જ્યોતિષીય ઉપચાર આ સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે.   આ ઉપાય આ રીતનો છે. 
 
ધન લાભ માટે... 
 
કોઈ શનિવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી કોઈ પીપળાના ઝાડનું  એક પત્તુ તોડી લાવો. તેના પર સફેદ ચંદનથી ગાયત્રી મંત્ર લખો અને તેની પૂજા કરો. હવે આ પાનને તમારા કેશ બોક્સ, ગલ્લો કે તિજોરી જ્યા તમે પૈસા મુકતા  હોય ત્યા એ રીતે મુકો કે કોઈ જુએ નહી.  આ પીપળના પાનને દરેક શનિવારે બદલતા રહો. તેનાથી ઘરમાં સુખ-સંપત્તિ રહેશે અને ધન સંપત્તિ વધવાના યોગ બનશે. 
 
રોકાયેલા પૈસા પરત મેળવવા માટે... 
 
શુક્લ પક્ષના કોઈ સોમવારથી આ ઉપાય શરૂ કરી સોમવારે 21 દિવસ સુધી કરો. સવારે  જલ્દી ઉઠો. સ્નાન વગેરે કામોમાંથી પરવારીને એક લોટામાં ચોખ્ખુ પાણી લઈને તેમા 5 ગુલાબના ફૂલ નાખીને સૂર્યને અર્ધ્ય આપો અને ભગવાન સૂર્ય પાસે સમસ્યાના નિરાકરણ માટે પ્રાર્થના કરો. તરત જ તમારી મનોકામના પુર્ણ થઈ શકે છે.