બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (17:22 IST)

નવરાત્રીમાં અપનાવો આ ટોટકા અને ફાયદા જુઓ

29 સપ્ટેમ્બરના રોજ નવરાત્રી વિશ્રામ થઈ જશે. આ દરમિયાન સાચા મનથી ઘરમાં આ ઉપાય કરી લેશો તો માતા તમારા ઘરમાં કુબેરનો ખજાનો ખોલી નાખશે.  
 
- કાળા કપડામાં 25 ગ્રામ ફટકડીનો ટુકડો લપેટીને ઘર કે દુકાનના મુખ્ય દરવાજાની વચ્ચોવચ્ચ ટાંગી દો.. જો લટકાવવા માટે જગ્યા ન હોય તો કાંચના કોઈ વાસણમાં પણ તેને મુકી શકો છો. થોડા જ દિવસોમાં તમને મહાલક્ષ્મીની અપાર કૃપાનો અનુભવ થશે. 
 
- પતિ પત્ની વચ્ચે કારણ વગર લડાઈ ઝગડા થતા હોય કે કોઈ કારણસર પરેશાને રહેતી હોય તો ફટકડીના 4-5 ટુકડા બેડરૂમમાં મુકી દો.. પરસ્પર પ્રેમ સંબંધો ગાઢ થશે. 
 
- વોશરૂમમાં ફટકડીના 4-5 ટુકડા કાંચના કોઈ વાસણમાં નાખીને મુકી દો.. એક મહિના પછી આ ટુકડા બદલી નાખો.. ઘરમાં ફેલાયેલી દરેક પ્રકારની નકારાત્મકતાથી રાહત મળશે. 
 
- નાનુ બાળક સૂતી વખતે ગભરાય જતુ હોય તો મંગળવારે અથવા રવિવારે ફટકડીનો એક ટુકડો બાળકના માથા નીચે મુકી દો.