સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

ગ્રહોને કાબૂમાં રાખવાના 9 અચૂક ટોટકા

જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ નીચનો છે કે ગ્રહ ખરાબ અસર આપી રહ્યો છે તો ગભરાવવાની જરૂર નથી. આમ પણ ગ્રહ નક્ષત્ર આપણુ વધુ કશુ બગાડતા નથી. ખાસ કરીને તેમની અસર ત્યાર થાય છે જ્યારે આપણે આ ગ્રહો સાથે સંબંધિત કોઈ કાર્ય કરીએ છીએ અથવા કોઈ વસ્તુનુ સેવન કરીએ છીએ. 
 
આવો અમે તમને બધા ગ્રહોના અશુભ પ્રભાવને શુભ પ્રભાવમાં બદલવાના સરળ પણ અચૂક ટોટકા બતાવ્યા છે. તેમને અજમાવીને તમે નિશ્ચિત થઈ જાવ. 

સૂર્ય ગ્રહનો ઉપાય - સૂર્યના અશુભ થતા શરીર અકડાઈ જાય છે. મોઢામાં થૂક બન્યુ રહે છે. તેથી રોજ મોઢામાં ગળ્યુ કે ગોળ નાખીને ઉપરથી પાણી પી ને જ ઘરમાંથી બહાર નીકળો. પિતાનુ સન્માન કરો. 

ચંદ્ર ગ્રહનો ઉપાય - રોજ માતાના પગે પડો. અગિયારસ અને પ્રદોષનુ વ્રત રાખો. વિશેષ અવસરો પર જ શિવજીને જળ ચઢાવો. ચંદ્ર સારો છે તો તેની વસ્તુઓનુ દાન ન કરો અને ખરાબ હોય તો દાન કરો.  ખરાબ પ્રભાવ આપી રહ્યો હોય તો પાણી કે દૂધ સ્વચ્છ પાત્રમાં માથા પાસે મુકીને સૂવો અને સવારે કીકરના વૃક્ષની જડમાં નાખી દો. 

મંગળ - રોજ હનુમાનજીની પૂજા કરો. સુંદરકાંડનો પાઠ કરો. કીડીઓને મીઠાઈ ખવડાવો. ઉત્તમ ચરિત્ર રાખો. માંસ ભક્ષણથી બચો. 

બુઘ ગ્રહના ઉપાય - દુર્ગા માતાની પૂજા કરો. નાક છેદાવડાવો. પુત્રી બહેન, ફોઈ અને સાળી સાથે સારા સંબંધ રાખો.  બુધવારના દિવસે ગાયને લીલો ચારો ખવડાવો. આખા લીલા મગનું દાન કરો અને ક્યારેય ખોટુ ન બોલો.   
 
 
આગળના પેજ પર પાંચમાં ગ્રહ વિશે 
 
 

ગુરૂ ગ્રહના ઉપાય - પીપળને જળ ચઢાવો. સદા સત્ય બોલો અને આચરણ શુદ્ધ રાખો. પિતા, દાદા અને ગુરૂનો 
આદર કરો. ઘરમાં ધૂપ-દીપ કરો. કેસર કે ચંદનનુ તિલક લગાવો. પીળા વસ્ત્રો પહેરો. ઘરના ઈશાન ખૂણાને સાફ અને ખાલી રાખો. ત્યા જળની સ્થાપના કરી શકો છો. 
 
 
આગળના પેજ પર જાણો છઠ્ઠા ગ્રહ વિશે... 

શુક્ર ગ્રહના ઉપાય - જો શુક્ર અશુભ હોય તો સ્ત્રી ઋણનો ઉપાય કરો. દરેક શુક્રવારે વિષ્ણુ-લક્ષ્મી મંદિરમાં ગુલાબના ફૂલ ચઢાવો.  ખુદને અને ઘરને સ્વચ્છ રાખો અને હંમેશા સ્વચ્છ કપડા પહેરો. શરીરને જરાપણ ગંદુ ન રાખો. સુગંધિત અત્તર કે સેંટનો ઉપયોગ કરો. પવિત્ર બન્યા રહો. ઘરના પડદા અને બેડસિટ હંમેશા સ્વચ્છ અને ગુલાબી, ક્રિમ કે આસમાની રંગના રાખો. 
 
જ્યા સ્નાન કરો છે એ સ્થાન એકદમ સ્વચ્છ રાખો. એક લોટો પાણીમાં ફટકડી 11 વાર ફેરવીને 5 ઈલાયચી નાખો અને તેને સારી રીતે ઉકાળીને એ પાણી ન્હાવાના પાણીમાં મિક્સ કરી લો અને પછી તેનાથી સ્નાન કરો. લાકડીના પાટ પર બેસીને જ ન્હાવ. 

શનિ ગ્રહના ઉપાય - ભગવાન ભૈરવની ઉપાસના કરો. દર શનિવારે સાંજે શનિ મંદિરમાં એક વાડકી સરસિયાના તેલમાં તમારો પડછાયો જુઓ અને તેને ત્યા જ મંદિરમાં મુકીને આવી જાવ.  તેને છાયાદાન કહે છે.  દારૂનુ દાન ક્યારેય ન કરો. દાંત, વાળ અને નખ હંમેશા સાફ રાખો. ત્રણેયના મજબૂત કરવાના ઉપાય કરો 
 
શનિવારે સવારે ન્હાતી સમયે પાણીમાં થોડુ ચમેલીનુ તેલ નાખીને ન્હાવ. આંધળા, અપંગો, સેવકો અને સફાઈકર્મચારીઓ સાથે સારો વ્યવ્હાર કારતા તેમને દાન આપો કે તેમના પગ અડો. 

રાહુ ગ્રહના ઉપાય - કિચનમાં જ જમવાનુ જમો. વોશરૂમમાં એક કપૂરનો ટુકડો મુકો. ચાંદીનો હાથી ઘરમાં મુકો. સાસરિયાના લોકો જોડે સંબંધો સારા રાખો.  બાથરૂમમાં લાકડીના પાટલા પર બેસીને જ સ્નાન કરો. શરીરના બધા ક્છિદ્રોને સારી રીતે સાફ રાખો.  ખરાબ લોકોની સંગતથી દૂર રહો.  કાળા, કથ્થઈ, ગોલ્ડન અને કાબરચિતરા રંગોના વસ્ત્રો પહેરતા બચો 

કેતુ - કાન છિદાવો. સંતાનો અને બાળકો સાથે સારો સંબંધ રાખો. બેરંગી કૂતરાને રોટલી ખવડાવો. બેરંગી ધાબળાનુ દાન પણ કરી શકો છો.  ખરાબ વ્યક્તિઓની સોબતથી બચો.