ગુરુવાર, 30 નવેમ્બર 2023
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : બુધવાર, 30 ઑગસ્ટ 2017 (13:31 IST)

Astrology- ઘઉં દળાવતી વખતે તેમા નાખો એક મુઠ્ઠી ચણા.. જાણો આવા જ કેટલાક જ્યોતિષિય ઉપાય(see video)

દૈનિક જીવનમાં થનારા નાના નાના કામ સાથે જ જ્યોતિષમાં બતાવેલ ઉપાય પણ કરવામાં આવે તો ખૂબ જલ્દી ફળ પ્રાપ્ત કરી શકાય છે. અહી જાણો જાણીતા એસ્ટ્રોલોજર મુજબ કેટલાક એવા ઉપાય જે નિયમિત રૂપે કરવાથી ભાગ્યનો સાથ મળવા માંડે છે. 
 
જ્યારે પણ ઘઉં દળાવો શનિવારે દળાવો.. ઘઉ દળાવતી વખતે તેમા એક મુઠ્ઠી ચણા નાખી દો. આ આરોગ્ય માટે લાભપ્રદ હોવા સાથે જ્યોતિષની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે. 
 
 
ઘરના મુખ્ય દરવાજા પર રોજ કે પછી દરેક તહેવારોના દિવસે રંગોળી જરૂર બનાવો. આવુ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ વધે છે. 
 
5 ગુરૂવાર સુધી કોઈ સુહાગનને સુહાગની વસ્તુઓનુ દાન કરો 
 
- દર શુક્રવારે ઘરમાં જ  શ્રીસુક્તનો પાઠ કરો. તેનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
 
- ઘરમાંથી નીકળતી વખતે થોડા આખ મગ ઘરમાં વીખેરી દો પછી જ નીકળો. ધ્યાન રાખો કે વીખરેલા મગને તમારા પગ ન લાગે. 
 
- પૂજા સ્થાન પર સિદ્ધ કરેલુ સ્ફટિક શ્રીયંત્ર મુકો. રોજ તેની સામે બેસીને શ્રીમ નમ મંત્રનો જાપ કરો. શ્રીયંત્રને કમળકાકડીની માળા પહેરાવી રાખો. 
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો