ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 22 નવેમ્બર 2018 (16:07 IST)

ઘરમા છિપાયેલ વાસ્તુ દોષને દૂર કરશે ગંગાજળ

મા ગંગાનું પવિત્ર જળ જીવનની શરૂઆતથી લઈને જીવનના અંત સુધી દરેક પ્રકારના કાર્યોમાં કામ આવે છે.  ગંગા સ્નાનથી પાપ તો દૂર થઈ જાય છે જ સાથે જ અનેક રોગોથી પણ મુક્તિ મળે છે.  વાસ્તુશાસ્ત્રમાં પણ ગંગાજળના પ્રયોગથી અનેક દોષોને દૂર કરવાના ઉપાયના વિશે બતાવ્યુ છે. આવો જાણીએ તેના વિશે.. 
- ઘરમાં નિયમિત ગંગાજળનો છંડકાવ કરવાથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. 
-  બાળકોને જો ભયાનક સપના આવતા હોય તો સૂતા પહેલા તેમના પથારી પર ગંગાજળ છાંટી દો 
- ગંગાજળને ઘરમાં મુકવાથી હંમેશા સુખ-સપદા બની રહે છે. 
- ગંગાજળ અર્પિત કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. 
- ઘરને પરેશાનીઓએ ધેરી રાખ્યુ છે તો ગંગાજળને પીત્તળની બોટલમાં ભરીને ઉત્તર પૂર્વ દિશામાં મુકો. 
- સવારે જ્યારે પણ ઘરનો મુખ્ય દરવાજો ખોલો તો ત્યા ગંગાજળ અવશ્ય છાંટી દો.