વાસ્તુ અને ખેતી- 3
પાકની વાવણી માટેના નિયમો
P.R
* પાકની વાવણી ઘડિયાળના કાંટાની દિશામાં અને તેની કાપણી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કરવી.
* ખેતરના અગ્નિ ખુણામાં એક નાનો હોમ કુંડ બનાવીને પહેલી કાપણીમાંથી થોડુક અનાજ અગ્નિમાં સ્વાહા કરવું જોઈએ. ત્યાર બાદ પાળતુ પશુઓને ખવડાવવું જોઈએ.
* પાકની કાપણી વખતે જો વચ્ચે અમાવસ આવતી હોય તો ખેતરના મધ્ય ભાગમાં પુર્વ તરફ મોઢુ રાખીને ઉભુ થઈ જવું અને નારિયેળ ફોડવું. આ નારિયેળના ટુકડાઓને ખેતરના મધ્ય ભાગમાં તેમજ ચારેય ખુણામાં મુકી દેવા અને બીજા દિવસે તેને લઈને કચરામાં ફેંકી દેવા.
સૌજન્ય : વાસ્તુ અને જ્યોતિષ