શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વાસ્તુ અને ખેતી- 6

N.D
* નદી, નહેર અને નાળાની પાસેની જમીન ખરીદતી વખતે ધ્યાન રાખવું કે નદી, નહેર અને નાળુ ખેતરની પુર્વ કે ઉત્તર દિશા તરફ હોય. દક્ષિણ દિશા તરફની નદી, નાળુ અને નહેર આર્થિક હાનિ પહોચાડે છે.

* જો ખેતરના નૈઋત્યમાં કોઈ કુવો હોય તો તેને બંધ કરી દો. જો નવું ખેતર હોય તો તેની દક્ષિણ-પશ્ચિમ દિશામાં કુવો ન બનાવડાવો. આનાથી આત્મહત્યા, બિમારી કે આપઘાતને લીધે જમીનના માલિકનું મૃત્યું થાય છે.

* ખેતરના અગ્નિ ખુણામાં કુવો ન બનાવડાવશો, જો હોય તો તેને બંધ કરાવી દો. તેનાથી ખેતરના માલિકને માથે દેવાળુ થઈ જાય છે, અનાજની ચોરી થાય છે અને શત્રુતા પણ વધે છે. ખેતરના પશ્ચિમ દિશા તરફ કુવો હોય તો આ કુવાની પુર્વ દિશા તરફવાળા કુવાની વધારે ઉંચાઈવાળી એક દિવાલ એવી રીત બનાવવી જોઈએ કે કુવા તરફ મોઢુ રાખીને ઉભા રહીએ અને કુવાની દિવાલની અંદર હોય તો કોઈ પણ કુપ્રભાવ ન પડે.