1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
  4. yuvraj singh may be in for world cup 2015

યુવરાજ સિંહ માટે હજુ પણ વર્લ્ડકપમાં રમવાની તક છે !!

યુવરાજ સિંહ
2015ના ભારતીય વર્લ્ડ કપ ટીમ માટે ઉપેક્ષિત કરવામાં આવેલ ક્રિકેટર યુવરાજ સિંહ માટે દરવાજા બંધ નથી થયા. જો ટીમના કેટલાક ખેલાડી ફિટનેસ ટેસ્ટમાં પાસ નથી થતા તો યુવરાજને ટીમમાં ભાગ લેવાની તક મળી શકે છે. બની શકે છે કે આ સ્થિતિમાં પસંદગીકરતાઓ સામે યુવરાજને ટીમમાં સમાવેલ કરવા સિવાય કોઈ વિકલ્પ નહી રહે. 
 
ભારતીય ક્રિકેટ ટીમ ચાર ક્રિકેટર રોહિત શર્મા, રવિન્દ્ર જડેજા, ઇશાંત શર્મા અને ભુવનેશ્વર કુમારની ફિટનેસ પર શંકા છે. તેમને 7 ફેબ્રુઆરીના રોજ ફિટનેસ ટેસ્ટ પાસ કરવો જરૂરી છે.  આ દિવસે ચારેયનો ફિટનેસ ટેસ્ટ થવાનો છે. એવુ કહેવાય રહ્યુ છે કે તેમાથી જો કોઈપણ બેટ્સમેન ફિટનેસ ટેસ્ટમાં પાસ નથી થતો તો યુવરાજને રમવાની તક મળી શકે છે. કારણ કે યુવરાજ હજુ પણ ટીમમાં સ્થાન મેળવવાની યોગ્યતા ધરાવે છે. 
 
જો જડેજા ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહે છે તો યુવરાજને તક મળી શકે છે. યુવરાજ ડાબા હાથથી સ્પિન કરાવે છે અને તેમને ઓસ્ટ્રેલિયામાં બેટિંગનો અનુભવ પણ સારો એવો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2011ના વર્લ્ડ કપમાં યુવરાજે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ અને તેઓ મેન ઓફ ધ સીરિઝ પણ પસંદગી પામ્યા હતા. સાથે જ યુવરાજે અગાઉના વિશ્વ કપમાં ડાબા હાથથે સારી સ્પીન બોલિંગ પણ કરી હતી. 
 
ભારતીય પસંદગીકારે આ વખતે યુવા ખેલાડીઓને મહત્વ આપ્યુ અને યુવરાજ, હરભજન સિંહ, વીરેન્દ્ર સહેવાગ, ઝહીર ખાન અને ગંભીર જેવા ખેલાડીઓને પસંદ ન કર્યા. યુવરાજ સિંહ ટીમમાં સામેલ ન થવાથી ખૂબ જ નિરાશ છે.