1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. A 19-year-old youth committed suicide in Surat after his insistence on getting a new mobile phone

સુરતમાં જન્મ દિવસે નવો મોબાઈલ લઈ આપવાની જીદ પુરી નહીં થતાં 19 વર્ષિય યુવકે આપઘાત કર્યો

suicide
સુરતમાં મોબાઈલની જીદ પુરી નહીં થતાં 19 વર્ષિય યુવકે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સુરતના સચિન વિસ્તારમાં રહેતાં પરિવારે દીકરાને જન્મ દિવસ પર મોબાઈલની જીદ પુરી નહીં કરતાં તેણે ઘરમાં જ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

10 દિવસ બાદ જન્મદિવસ હોવાથી  યુવક નવો મોબાઈલ ફોન લેવા પિતા પાસે જીદ કરતો હતો. દીકરાએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૂળ મધ્યપ્રદેશના વતની સંજીવકુમાર શર્મા સચિન જીઆઇડીસી ખાતે આવેલ શ્રીજી પ્રવેશ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે અને લૂમ્સ ખાતામાં કામ કરે છે. માતા અને મોટો ભાઈ કુણાલ શર્મા પણ નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. સંજીવ કુમાર શર્માનો 19 વર્ષનો પુત્ર પારસ શર્માનો 10 દિવસ બાદ જન્મદિવસ હતો.

પારસ પિતા પાસે જન્મદિવસ પહેલાં નવા મોબાઇલની માંગણી કરતો હતો. કેટલાક દિવસથી પિતા પાસે નવો મોબાઈલ ફોન લેવા માટે જીદ લગાવીને બેઠો હતો. પિતા ઘરની પરિસ્થિતિ જોતા હાલ મોબાઇલ લેવાની મનાઈ કરી હતી અને જન્મદિવસે નવો મોબાઈલ ફોન લઈ દેવાનું જણાવ્યું હતું. દરમિયાન ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આગળનો લેખ
ગુજરાતમાં પેટ્રોલ ડિલર એસોસિએશન દ્વારા આવતીકાલે ખરીદી નહીં કરવાનું એલાન