suvichar
✕

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Updated: મંગળવાર, 27 ઑગસ્ટ 2019 (17:31 IST)
તાજેતરમાં વરસાદ બાદ વડોદરામાં મગરની સમસ્યા જોવા મળી હતી
મંગળવારે ભારતના હવામાન ખાતાએ આગાહી કરી છે કે ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
આઈએમડીના ડિરેક્ટર જયંત સરકારે સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતા કહ્યું :
"મંગળવારે અમદાવાદ, વડોદરા, ખેડા અને છોટા ઉદેપુરમાં અને 28મીએ જામનગર, કચ્છ, પાટણ, દ્વારકા તથા મોરબીમાં ભારે વરસાદ પડી શકે છે."
એજન્સી દ્વારા મધ્ય-પૂર્વ, દક્ષિણ તથા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
જોકે, દરિયામાં વરસાદનું જોખમ ન હોવાને કારણે માછીમારોને દરિયો ખેડવા સંબંધે કોઈ સૂચના આપવામાં આવી નથી.
 
માછીમારોને દરિયો ખેડવા સંદર્ભે કોઈ સૂચના નથી અપાઈ
આઈએમડીના કહેવા પ્રમાણે પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ તથા અંદમાન-નિકોબારમાં દિવસ દરમિયાન વરસાદ પડશે.
ઑલ ઇંડિયા વેધર બુલેટિનમાં ચેતવણી આપવામાં આવી છે કે 'ઉત્તરાખંડ, સૌરાષ્ટ્ર, કચ્છ, કોંકણ, ગોવા તથા કર્ણાટકના તટીય વિસ્તારમાં દિવસ દરમિયાન ભારે વરસાદ પડશે.
દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં 40-55 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાશે.

વધુ જુઓ..

અજય દેવગનના જુહૂ બંગલા પર BMC નો ચાલ્યો હથોડો, ગેરકાયદેસર નિર્માણ વિરુદ્ધ થઈ કાર્યવાહી, જમીનદોસ્ત થઈ દિવાલ

75 વર્ષની ઉંમરે પણ, રજનીકાંતનું સ્ટારડમ અકબંધ, બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ દીધી છે, પહેલા દિવસે ૫૦ કરોડનો આંકડો પાર કર્યો છે.

ઈમરાન ખાનને 28 ઓક્ટોબર સુધી ભારત છોડવાની નોટિસ, CJP વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા પછી વધી મુશ્કેલીઓ

યામી ગૌતમની નય્યી નવેલી જોવા થઈ જાવ તૈયાર, શરૂ થયું એડવાંસ બુકિંગ

"તમારી પર નજર રાખી રહ્યા છીએ", રણવીર શૌરીને મળી જાનથી મારવાની ધમકી, ઈમેલમાં લખ્યુ - યોગ્ય સમય આવતા કરીશુ હુમલો

આગળનો લેખ
Show comments