શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ડેસ્ક|
Last Modified: મંગળવાર, 27 ઑગસ્ટ 2019 (12:47 IST)

ગુજરાતના 51 તાલુકાઓમાં સિઝનનો 40 ઇંચથી વધુ વરસાદ, હજુ ત્રણ દિવસ ધમરોળશે

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ગુજરાતમાં મોડીરાતથી અમદાવાદ, સુરત અને વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતમાં 5 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે. જોકે 5 દિવસ બાદ ફરીથી વરસાદ સિસ્ટમ સક્રિય બને તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 29 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અને ત્યાર બાદ બે દિવસ મધ્યમથી સામાન્ય વરસાદ પડી શકે છે. ગુજરાતમાં અત્યાર સુધી 51 તાલુકાઓમાં સિઝનનો 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના કેટલા જિલ્લાઓમાં મોડીરાતથી વરસાદ શરૂ થયો છે. ગુજરાતના 51 તાલુકાઓમાં સિઝનનો 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 113 તાલુકાઓમાં 20 ઇંચથી 40 ઇંચ, 81 તાલુકાઓમાં 10થી 20 ઇંચ અને 6 તાલુકાઓમાં 5થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.રાજ્યમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે સરેરાશ 90.92 ટકા સારો વરસાદ નોંધાયો છે. જૂન મહીનામાં 4 ઇંચ, જુલાઈ મહીનામાં 9 ઇંચ અને સૌથી વધુ ઓગસ્ટ મહીનામાં 17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આવી રીતે સિઝનનો કુલ 30 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. 
ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ખેડૂતોને વાવણી માટે ખૂબ ફાયદાકારક બની રહેશે. હવે ચોમાસાની પૂર્ણાહુતિ થવાના આરે છે ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતને 5 દિવસ સારો વરસાદ મળશે અને 5 દિવસ બાદ પણ વધુ એક સિસ્ટમ બને તેવી શક્યતા છે.સુરત જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો છે. છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ જોઇએ. બારડોલીમાં 09 મિમી, કામરેજમાં 14 મિમી, મહુવામાં 03 મિમી, માંડવીમાં 10 મિમી, માંગરોળમાં 18 મિમી, ઓલપાડમાં 34 મિમી, પલસાણામાં 04 મિમી, ઉમરપાડામાં 70 મિમી, સુરત શહેરમાં 41 મિમી વરસાદ ખાબક્યો છે.