અમિત શાહ આવતી કાલે ગુજરાત પધારશે, જાણો સમગ્ર કાર્યક્રમ

amit shah
રીઝનલ ડેસ્ક| Last Updated: મંગળવાર, 27 ઑગસ્ટ 2019 (15:21 IST)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28મી ઓગસ્ટના રાતે નવ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ભાજપ દ્વારા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષનું એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી ત્રણ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપીને 29મી ઓગસ્ટે રાતે દિલ્હી જવા રવાના થશે. પ્રદેશ ભાજપ દ્વારા જણાવાયું છે કે, અમિત શાહ 28મીએ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. કાશ્મીર અંગે ઐતિહાસિક નિર્ણય બાદ કેન્દ્રીય ગૃહમંત્રી પહેલી વાર ગુજરાતમાં આવી રહ્યા હોવાથી ગુજરાતની જનતા અને ભાજપના કાર્યકરો તેમને આવકારશે અને અભિનંદન પાઠવશે.
ત્યાર બાદ તેઓ તા. 29મીએ સવારે 10.15 કલાકે સાયન્સ સિટી રોડ, અમદાવાદ ખાતે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન આયોજિત મિલેનિયમ ટ્રી કાર્યક્રમના સમાપન પ્રસંગે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને વિશ્વની સૌપ્રથમ બેટરી સંચાલિત સિટી બસને પ્રસ્થાન કરાવશે. અમદાવાદમાં આગામી દિવસોમાં જાહેર પરિવહન માટે ઇલેક્ટ્રીક બસો ઉપલબ્ધ કરાવાઇ રહી છે.જેમાંની સૌ પ્રથમ બસનું લોકાર્પણ ગાંધીનગરના સાંસદ તરીકે કરશે. બપોરે 3 કલાકે ગાંધીનગર કલેક્ટર સાથે ભારત સરકારની યોજનાઓને લઇને ચર્ચા કરશે.
પોતાના મતવિસ્તારમાં યોજનાઓના અમલીકરણ અને નાગરીકોને લાભ મળે તે મુદ્દાઓ પર ચર્ચા થશે. તો સાથ જ સાંજે PDPU ના સાતમા પદવિદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને વિદ્યાર્થીઓને સંબોધન કરશે. ત્યાર બાદ ભારત સરકારના દિશા કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર ખાતે યોજાનાર બેઠકમાં બપોરે 03 વાગ્યે ઉપસ્થિત રહેશે. તેમજ ગાંધીનગર પંડિત દીનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિર્વિસટીના 7મા પદવીદાન સમારોહમાં સાંજે 5 વાગ્યે હાજર રહેશે, એ પછી તા. 29મીએ રાતે દિલ્હી જવા માટે રવાના થશે.


આ પણ વાંચો :