મંગળવાર, 17 ફેબ્રુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
ગુજરાત સમાચાર
બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated :
શુક્રવાર, 29 નવેમ્બર 2019 (15:04 IST)
સંબંધિત સમાચાર
સુરત નજીક 3 લોકો ટ્રેનની અડફેટે આવતા બેનાં મોત, એક ગંભીર રીતે ઘાયલ
ગુજરાતમાં રવિવાર ગોઝારો સાબિત થયો, ચાર અકસ્માતમાં બેનાં મોત અને 25 ઘાયલ
શું ભારતનાં 132 ગામડાંમાં ખરેખર પુત્રીનો જન્મ જ નથી થયો?
કારગિલ યુદ્ધ : ગુમ થયેલું એ યાક પાકિસ્તાની સૈનિકો માટે બન્યું મુસીબત
આ યુવતી પિરિયડનું લોહી પોતાના ચહેરા પર શા માટે લગાવે છે?
ઉન્નાવ રેપકાંડની પીડિતાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉન્નાવ દુષ્કર્મ કેસ - ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ લગાવનારી સગીરાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉત્તર પ્રદેશની રાયબરેલીમાં થયેલા એક અકસ્માતમાં ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા ગંભીર રીતે ઘાયલ થયાં છે. જેમાં તેમના બે સંબંધીઓનાં પણ મોત થયાં છે.
ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર અકસ્માતમાં ઘાયલ થયેલાં સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે.
ઉન્નાવ પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત રાયબરેલીના ગુરબખ્શગંજ વિસ્તારમાં થયો હતો.
ઉન્નાવના પોલીસ અધિકારી માધવેન્દ્ર પ્રસાદ વર્માએ બીબીસીને જણાવ્યું, "ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા સહિત તેમના બે સંબંધીઓ અને એક વકીલ કારમાં જઈ રહ્યાં હતાં."
"આ કારનો એક ટ્રક સાથે અકસ્માત થયો હતો, જેમાં બે લોકોનાં મોત થયાં છે."
તેમણે કહ્યું, "અકસ્માતમાં બે મહિલાઓનાં મોત થયાં છે. એક પીડિતાનાં કાકી છે અને એક કાકીનાં બહેન છે. પીડિતા અને વકીલની હાલત ગંભીર છે."
"બંનેને લખનૌના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે."
પોલીસના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની બાદમાં ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
રાયબરેલીના સ્થાનિક પત્રકાર અનુભવ સ્વરૂપ યાદવના જણાવ્યા પ્રમાણે જે ટ્રક સાથે પીડિતાની કારનો અકસ્માત થયો છે, તે ટ્રકની નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરવામાં આવી છે.
જ્યારે આ અંગે રાયબરેલીના પોલીસ અધિકારી સુનીલ સિંહે કહ્યું કે તેની ફૉરેન્સિક તપાસ ચાલી રહી છે.
ભાજપના ધારાસભ્ય પર છે બળાત્કારનો આરોપ
ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય અને ભાજપના નેતા કુલદીપસિંહ સેંગર આ કથિત બળાત્કારકાંડમાં હાલ જેલમાં છે.
કુલદીપ સેંગર પર તેમના ગામ માખીમાં ઘરની પાસે જ રહેતી એક સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે. આ અકસ્માતમાં એ જ યુવતી ઘાયલ થઈ છે.
સીબીઆઈ આ કથિત બળાત્કારકાંડની તપાસ કરી રહી છે. ગયા વર્ષે એપ્રિલમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી.
જૂન 2019માં ભાજપના સાંસદ સાક્ષી મહારાજે સીતાપુર જિલ્લાની જેલમાં બળાત્કારના આરોપી કુલદીપ સેંગર સાથે મુલાકાત કરી હતી. આ સમયે વિવાદ થયો હતો.
મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા સાક્ષી મહારાજે કહ્યું હતું, "અમારે ત્યાંના ખૂબ જ યશસ્વી અને લોકપ્રિય ધારાસભ્ય કુલદીપ સેંગર ઘણા દિવસોથી અહીં છે."
"ચૂંટણી બાદ તેમને ધન્યવાદ આપવાનું ઉચિત લાગ્યું એટલે અહીં તેમને મળવા આવ્યો હતો."
શું છે મામલો?
કુલદીપ સેંગર પર એક સગીરા પર કથિત રીતે જૂન 2017માં બળાત્કાર કરવાનો આરોપ લાગેલો છે.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે એક સંબંધી સાથે ધારાસભ્ય કુલદીપ સેંગરેના ઘરે તેઓ નોકરી માગવા ગયાં હતાં, ત્યારે સેંગરે તેમના પર બળાત્કાર કર્યો હતો.
આ મામલામાં એ વખતે પીડિતાની ફરિયાદ પોલીસે નોંધી ન હતી, જે બાદ સગીરાના પરિવારે કોર્ટનો સહારો લીધો હતો.
તેમનો આરોપ છે કે ધારાસભ્ય અને તેમના સાથી પોલીસમાં ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા હતા. આ મામલે જ ધારાસભ્યના ભાઈએ ત્રણ એપ્રિલના રોજ તેમના પિતા સાથે મારપીટ કરી હતી.
જે બાદ કસ્ટડીમાં સગીરાના પિતાનું મોત થઈ ગયું હતું. સગીરાના પિતાનો મૃત્યુ પહેલાંનો એક વીડિયો વાઇરલ થયો હતો.
જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્યના ભાઈ અને કેટલાક અન્ય લોકોએ પોલીસની હાજરીમાં તેમની સાથે મારપીટ કરી હતી.
પોલીસની આ કથિત નિષ્ક્રિયતા અને ધારાસભ્યની કથિત દબંગાઈથી ત્રાસી જઈને પીડિતાએ મુખ્ય મંત્રી આવાસની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ઘટના બાદ આ મામલો સમાચારોમાં ચમક્યો હતો.
કુલદીપ સેંગર વિરુદ્ધ ઉન્નાવના માખી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પૉક્સો ઍક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જે બાદ આ કેસમાં સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને સીબીઆઈએ જ કુલદીપ સેંગરની ધરપકડ કરી હતી.
આ મામલામાં થઈ રહેલા વિલંબ બાબતે અલાહાબાદ હાઈકોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો હતો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
જો તમે સરસવનું તેલ અને મેથીનું દાણું એકસાથે ભેળવીને વાળમાં લગાવો તો શું થશે?
આજકાલ વાળની સમસ્યાઓ વધી ગઈ છે. દરેક વ્યક્તિ વાળ ખરવા, ખોડો અને ખોપરી ઉપરની ચામડીના ચેપથી પીડાય છે, અને આ મુખ્યત્વે ગંદકી અને નબળી સ્વચ્છતાને કારણે છે. શુષ્ક ખોપરી ઉપરની ચામડી પણ આ સમસ્યાઓમાં ફાળો આપી શકે છે
ભાત સાથે અદ્ભુત સ્વાદનો આનંદ માણો, શિયાળાની ખાસ વટાણાની કઢી બનાવો
વટાણા કઢી બનાવવા માટે કઈ સામગ્રીની જરૂર પડશે? દહીં - કપ મીઠું - સ્વાદ મુજબ આદુ - 1 ચમચી (છીણેલું)
Perfume Day 2026: એન્ટિ-વેલેન્ટાઈન વીક દરમિયાન પરફ્યુમ ડે કેમ આવે છે? તેની પાછળનો તર્ક જાણો.
Perfume Day 2026: વેલેન્ટાઇન વીક પૂરો થાય છે તેમ, એન્ટિ-વેલેન્ટાઇન વીક શરૂ થાય છે, અને તેના સૌથી મહત્વપૂર્ણ દિવસોમાંનો એક પરફ્યુમ ડે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રેમ પછી આવતા આ વિચિત્ર અઠવાડિયામાં સુગંધિત પરફ્યુમનો હેતુ શું
Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે
Makhana Rabri Recipe- જો તમે રાત્રિભોજન માટે કંઈક મીઠી બનાવવાનું વિચારી રહ્યા છો, તો મખાના રબડી બનાવવી એ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. તે ઘરે બનાવવું ખૂબ જ સરળ છે અને અમે વર્ણવેલ પદ્ધતિનો ઉપયોગ કરીને તૈયાર કરી શકાય છે.
ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો
કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અણમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હીરાની પરખ તો ઝવેરી જ કરી શકે ને ! સમાજનો રૂઢિચુસ્ત વર્ગ તો એમ જ માને છે કે 'સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ"
વીડિયો
Watch More Videos
નવીનતમ
સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં કર્યા દાખલ
સલમાન ખાનના પિતા અને ફેમસ રાઈટર સલીમ ખાનની તબિયત બગડ્યા બાદ તેમને મુંબઈના એક ખાનગી દવાખાનામાં દાખલ કરવામા આવ્યા છે. તેમના પરિવારના લોકો હવે હોસ્પિટલ પહોચી રહ્યા છે.
રાજપાલ યાદવ પછી અમીષા પટેલ જશે જેલ ? જમાનતી વોરંટ પર અભિનેત્રી બોલી - સેટલમેંટ થઈ ગયુ
ચેક બાઉંસ મામલે રાજપાલ યાદવ પછી હવે અમીષા પટેલની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. રિપોર્ટ્સ મુજબ અભિનેત્રી વિરુદ્ધ 2017ની એક ઈવેંટ વિવાદ મામલામાં બિન જમાનતી વોરંટ જાહેર થયુ છે. જેના પર હવે અભિનેત્રીએ પોતે રિકેક્ટ કર્યુ છે.
ગુજરાતી જોક્સ - વાત કરી રહ્યા
શિક્ષક ગુસ્સામાં: પપ્પુ, હું અહીં ભણાવી રહ્યો છું અને તું વાત કરી રહ્યો છે?
આ વખતે હોળી પર મથુરા-વૃંદાવનની મુલાકાત લેવાનો પ્લાન બનાવો. જાણો કયા સ્થળોએ હોળી અદ્ભુત રીતે ઉજવવામાં આવે છે?
Mathura Vrindavan on Holi: મથુરા અને વૃંદાવનમાં આખા વર્ષ દરમિયાન ભક્તોની નોંધપાત્ર સંખ્યા જોવા મળે છે. જોકે, જ્યારે હોળીનો તહેવાર નજીક આવે છે, ત્યારે ભીડ વધી જાય છે. મથુરા અને વૃંદાવન હોળી પર એક અનોખો માહોલ અનુભવે છે. જો તમે હોળીને ખાસ રીતે ઉજવવા માંગતા હો,
ગુજરાતી જોક્સ - સૂર્ય પર લેકચર
Kids jokes in gujarati,ગુજરાતી જોક્સ - સૂર્ય પર લેકચર શિક્ષક: કેમ? પપ્પુ: વાત એ છે કે, મારી મમ્મી મને આટલી દૂર જવા દેશે નહીં.
ધર્મ
મોર બની થનગાટ કરે
મોર બની થનગાટ કરે મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે. મારું મન મોર બની થનગાટ કરે.
Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો
Holashtak 2026: હિન્દુ ધર્મમાં હોળાષ્ટકને અશુભ સમય માનવામાં આવે છે. આ સમય દરમિયાન કોઈ શુભ કે માંગલિક કાર્ય કરવામાં આવતું નથી, કારણ કે એવી માન્યતા છે કે આ દિવસો દરમિયાન કરવામાં આવેલા કાર્યોના શુભ પરિણામ નહિ આવે.
ફાગણ ફોરમતો આયો lyrics
ફાગણ ફોરમતો આયો… આયો રે આયો.. ફાગણ ફોરમતો આયો…
આજે કે કાલે, અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.
Falgun Amavasya 2026: હિન્દુ કેલેન્ડર મુજબ, દરેક મહિનામાં અમાવસ્યા (નવો ચંદ્ર) હોય છે. આ અમાવસ્યા (નવો ચંદ્ર) દિવસનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ફાલ્ગુન મહિનાનો અમાવસ્યા ફેબ્રુઆરીમાં આવશે. ફાલ્ગુન અમાવસ્યાની તારીખ અંગે લોકોમાં મૂંઝવણ છે.
Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા
શિવપુરાણ મુજબ પ્રાચીન સમયમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો. તેણે પ્રાણીઓની હત્યા કરીને તેના પરિવારનો ઉછેર કર્યો. તે એક જમીનદારનો દેવાદાર હતો, પરંતુ સમયસર કર્જ ચૂકવી શક્યા નહીં. તેથી ક્રોધિત થયેલા જમીનદારે શિકારીને શિવમઠમાં બંધક બનાવી લીધો. . યોગાનુયોગ તે દિવસે શિવરાત્રી હતી. સાહુકારના ઘરે પુજા થઈ રહી હતી. શિકારીએ ધ્યાન લગાવીને શિવને લગતી ધાર્મિક બાબતો સાંભળતો રહ્યો. તેણે ચતુર્દશી પર શિવરાત્રી વ્રતની કથા પણ સાંભળી.