રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 3 એપ્રિલ 2018 (16:48 IST)

સુબેદાર જોગીન્દરસિંહ ફિલ્મનો ત્રીજો ટ્રેક ‘હથિયાર’ રીલિઝ થયો

પરમવિર ચક્ર વિજેતા સુબેદાર જોગીન્દરસિંહ ફિલ્મ આગામી 6 એપ્રિલે ગ્લોબલ લેવલે રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મનો ત્રીજો સોંગ ટ્રેક હથિયાર રિલીઝ થયો છે. જેમાં ચીન સાથેના યુદ્ધમાં સુબેદાર અને તેના સૈનિક સાથીઓ કેવી પરિસ્થિતિ વચ્ચે લડી રહ્યાં છે તેના દ્રશ્યો અંકિત કરાયા છે. અગાઉ બે સોંગ ટ્રેક રિલીઝ થઈ ચૂક્યા છે, જેમાં એક ટ્રેક અમેરિકાના ન્યૂ યોર્કમાં  ટાઇમ્સ સ્ક્વેર ખાતે રિલિઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં સુબેદાર જોગીન્દરની બહાદૂરીની વાત વણી લેવામાં આવી છે. ટોચનો પંજાબી ગાયક જીપ્પી ગ્રેવાલ આ ફિલ્મમાં સુબેદાર જોગીન્દર સિંઘનો રોલ કરી રહ્યો છે અને રિલિઝ કરાયું એ ગીત ઇશ્ક દા તારા પણ જીપ્પીએ ગાયું છે
. આ ગીત એક નવી તાજગી લઇને આવ્યું હોવાનો એના સર્જકોનો દાવો છે. ફિલ્મમાં ભારતીય લશ્કરના જવાનોની અત્યંત હાર્ડ લાઇફની વાત રજૂ કરાઇ છે. સુબેદાર જોગીન્દર સિંઘે ૧૯૬૨ના ભારત ચીન યુદ્ધ વખતે અજોડ મર્દાનગી દાખવી હતી અને એની એ મર્દાનગીની કથા આ ફિલ્મમાં રજૂ કરાઇ છે. પચાસ સાઠ વર્ષ પહેલાંની પરિસ્થિતિને રજૂ કરવા સારી એવી મહેનત લેવામાં આવી છે અને આજની પેઢીનાં બાળકોને પણ આ ગીત ઝૂમતાં કરે દે એવું હોવાનો સર્જકોનો દાવો છે.