શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હીઃ , શુક્રવાર, 16 જૂન 2017 (15:11 IST)

1993 બોમ્બ બ્લાસ્ટ - મુંબઈમાં હથિયાર લાવ્યો હતો સલેમ, 24 વર્ષ પછી દોષી કરાર

12 માર્ચ 1993માં મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ધ  બોમ્બ વિસ્ફોટ મામલે  વિશેષ ટાડા અદાલતે  પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. આ મામલે  જસ્ટિસ જી.એસ.સાનપની બેન્ચે  અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સહિત છ જણાને દોષિત જાહેર કર્યા છે જ્યારે એક આરોપીને મુક્ત કરવામાં આવ્યો છે. અબુ સાલેમને બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય માસ્ટરમાઇન્ડ ગણાવ્યો હતો. સાથે મુસ્તફા ડોસા, ફિરોઝ રાશિદ ખાન, રિયાઝ સિદ્દીકી, કરીમુલ્લા શેખ, તાહિર મર્ચન્ટને પણ બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે જ્યારે અબ્દુલ કય્યૂમને અદાલતે નિર્દોષ જાહેર કર્યો છે.
 
-પ્રોસિક્યૂટર દીપક સાલ્વીએ જણાવ્યુ, "આજે સ્પેશ્યલ ટાડા કોર્ટમાં 1993ના કેસના બીજા પાર્ટમાં નિર્ણય સંભળાવ્યો છે. આરોપીઓએ ધારા 120 બી(ષડયંત્ર)ના હેઠળ દોષી સાબિત કર્યો છે. 
 
- દુબઈમાં મુસ્તફા દોસાના ભાઈ મોહમ્મદના ઘરે દુબઈમાં મીટિંગ થઈ હતી. બીજી બાજુ આ ષડયંત્ર રચવામાં આવ્યુ હતુ કે મુંબઈમાં હથિયાર-આરડીએક્સ મોકલશે. બીજી બાજુ બ્લાસ્ટ કરાવશે અને દંગા કરાવશે." 
 
-"મુસ્તફા દોસાએ દુબઈની મીટિંગમાં થયેલા નિર્ણય મુજબ 9 જાન્યુઆરી 1993ના રોજ હથિયારો-આરડીએક્સની પ્રથમ ટુકડી મોકલી હતી. ગુજરાતના ભરૂચથી આ વસ્તુઓ અબુ સલેમ મુંબઈ લઈને આવ્યા હતા. 
 
- કેટલાક હથિયાર સંજય દત્ત સહિત બાકી લોકોને આપવામાં આવ્યા હતા. તાહિર મર્ચન્ટ પણ ષડયંત્રમાં દરેક અવસર પર સામેલ હતા. દુબઈ આવનારા લોકો માટે તેઓ પૂરી વ્યવસ્થા કરતા હતા. તેઓ લોકોને ટ્રેનિંગ માટે પાકિસ્તાન મોકલતા હતા. પાકિસ્તાને પણ આરોપીઓને ગ્રીન ચૈનલ આપી રાખી હતી.  બાબરી મસ્જિદ ધ્વસ્ત કરરાઅનો બદલો લેવાનું ષડયંત્ર હતુ. 
 
- અબ્દુલ કય્યૂમ વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા મળ્યા નથી. કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધુ કે પહેલા ચાલેલા કેસમાં રજુ કરવામાં આવેલ પુરાવાનો ઉપયોગ કાર્યવાહીમાં થઈ શકે છે. 
 
6 દોષી કરાર....એક મુક્ત  
 
1. અબુ સલેમ હુમલા માટે ગુજરાતથી હથિયાર મુંબઈ લાવવા-વહેચવાના ષડયંત્ર રચવા અને આતંકી ગતિવિધિયોમાં સામેલ રહેવાના દોષી. સંજય દત્તના ઘરે બે એકે-56 રાઈફલ્સ અને 250 ગોળીઓ મુકવામાં આવી હતી.  બે દિવસ પછી દત્તના ઘરે જઈને હથિયાર-ગોળીઓ પરત લઈ લીધી હતી. 
 
2. મુસ્તફા દોસા - તેને રાયગઢમાં આરડીએક્સ પહોચાડવા સહિત આરોપીઓને ટ્રેનિંગ માટે પાકિસ્તાન મોકલવા અને ષડયંત્ર રચવાના દોષી.  ટાડા એક્ટ, આર્મ્સ એક્ટ, એક્સ્પ્લોસિંવ્સ એક્ટ અને આઈપીસીની ધારાઓ હેઠળ દોષી કરાર આપવામાં આવ્યો. 
 
3. તાહિર મર્ચેન્ટ - કેટલાક લોકોને પાકિસ્તાન મોકલવાની વ્યવસ્થા કરવાના દોષી કરાર. 
 
4. અબ્દુલ કય્યૂમ - સંજય દત્તની પાસે હથિયાર પહોંચાડવા માટે આરોપી બનાવવામાં આવ્યા હતા. તેને મુક્ત કરવામાં આવ્યા. 
 
5. રિયાજ - સિદ્દીકી - એક્સપ્લોસિવ લાવવા માટે અબુ સલેમને પોતાની કાર આપવાના દોષી 
 
6. ફિરોજ અબ્દુલ રાશિદ ખાન - દુબઈમાં થયેલ મીટિંગમાં સામેલ થવા, હથિયાર અને એક્સપ્લોસિવ લાવવામાં મદદ કરવાના દોષી કરાર આપવામાં આવ્યો. 
 
7. કરીમઉલ્લા શેખ - પોતાના મિત્રને પાકિસ્તાનમાં આતંકી ટ્રેનિંગ અપાવવી, હથિયાર અને એક્સપ્લોસિવ લાવવામાં મદદ કરવાના દોષી કરાર.