1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 20 માર્ચ 2018 (16:35 IST)

સુબેદાર જોગીન્દરસિંહની બાયોપિક ફિલ્મનું પ્રથમ ગીત જબરદસ્ત વાયરલ થયું

સુબેદાર જોગીન્દરસિંહ
પરમવીર ચક્ર વિજેતા સુબેદાર જોગીન્દરસિંહના જીવન પર આધારિત ફિલ્મનું પ્રથમ ગીત સોશિયલ મીડિયા પર જોરદાર ધૂમ મચાવી રહ્યું છે. આજે આ ફિલ્મનું પ્રથમ ગીત રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના ગીતને ગિપ્પી ગરેવાલ, કુલવિંદર બિલ્લા, રાજવીર જવન્દા, શરણ માનના અભિનય પર ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીતને કુલવિંદર બિલ્લાએ લખ્યું છે. તેઓ આ ફિલ્મથી અભિનય ક્ષેત્રે પદાર્પણ કરવા જઈ રહ્યાં છે. 

ગલ દીલ દી આ ગીત એક સાથે વિવિધ ભાવનાઓનું સંકલન છે. તે દર્શકોની લાગણીઓને નજીકથી જોડી લેશે. તે સીમા પર દેશની પહેરેદારી કરતાં સૈનિકોના જીવનને દર્શકો સામે મુકે છે. આ ગીતને સૈનિકોના ઉલ્લાસના રૂપમાં દર્શાવવામાં આવ્યું છે. સુબેદાર જોગીન્દરસિંહના જીવન પર આધારિત આ ફિલ્મ આગામી 6 એપ્રિલે વિશ્વ ભરમાં રિલીઝ થશે.