સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 22 જુલાઈ 2017 (12:38 IST)

CAG રિપોર્ટ - ભારતીય સેના પાસે હથિયારોની કમી.. ફક્ત 10 દિવસ સુધી જ યુદ્ધ લડી શકે છે !!

ડોકલામમાં ચીન સાથે વિવાદ અને વધતો તનાવ અને બીજી બાજુ કાશ્મીરમાં પાકિસ્તાન સાથે એલઓસીને લઈને ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કૈગની રિપોર્ટ સામે આવી છે જેમા કહેવામાં આવ્યુ છે કે સેના પાસે ફક્ત 10 દિવસનુ જ ઑપરેશન વૉર રિઝર્વ છે. જ્યારે કે ઓછામાં ઓછા 40 દિવસનુ હોવુ જોઈએ.  પણ સેનાએ તેને ઘટાડીને 20 દિવસનુ કરી નકહ્યુ હતુ. 
 
કૈગ રિપોર્ટમાં ચિંતા એ માટે બતાવાય રહી છે કારણ કે ફક્ત સેના પાસે ઓપરેશન વૉર રિઝર્વ યુદ્ધ સામગ્રી ફક્ત 10 દિવસની જ છે. 
શુક્રવારે સંસદમાં મુકેલી રિપોર્ટમાં બતાવાયુ છે કે સેનાને યુદ્ધ માટે ઓછામાં ઓછા 40 દિવસનુ વૉર રિઝર્વ હોવુ જોઈએ. જો કે સેનાએ તેને ઘટાડીને 20 દિવસનુ ઓપરેશન વૉર રિઝર્વ કરી નાખ્યુ છે. પણ તેમ છતા સેના પાસે ઘણા એવા મહત્વપૂર્ણ હથિયારો છે જે ફક્ત 10 દિવસ માટેના છે. 
 
કૈગની પોતાની રિપોર્ટમાં ખરાબ દારૂગોળાને લઈને પણ સવાલ ઉભા કર્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ખરાબ દારૂગોળાની જાણ કરવામાં ઘણો સમય ખરાબ કરવામાં આવે છે. ખરાબ દારૂગોળા વિશે લખવામાં આવ્યુ છે કે તેને ઠેકાણે ન લગાવવાને કારણે એમ્યુનેશન ડેપોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી ચુકી છે.