શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 23 જાન્યુઆરી 2021 (11:18 IST)

હવે રેલવે તમારો સામાન પણ ઘરેથી તમારા સીટ બર્થ સુધી પહોંચાડશે, જાણો કેવી રીતે થશે બુકિંગ અને કેટલો થશે ચાર્જ

ટ્રેન દ્વારા મુસાફરી કરનારાઓને હવે ઘરેથી સામના લઈ જવો કે સ્ટેશનથી સામાન ઘર સુધી પહોંચાડવાની ચિંતાથી જલ્દી છુટકારો મળશે.  કુલીઓના રેટને લઈને કિચકિચ પણ નહી થાય. હવે રેલવે જ તમારો સામાન ઘરેથી બર્થ અને બીજા શહેરો સુધી પહોચાડશે. 
 
પૂર્વ મઘ્ય રેલના દાનાપુર રેલ મંડળે આ નવી સુવિદ્યાને મંજુરી આપી છે. દાનાપુર મંડળે આની શરૂઆતની જવાબદારી એજંસી બુક એંડ બૈગેજ્સ ડૉટ કૉમને મળી છે. ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયા સુધી પટનામાં તેની શરૂઆત થશે. 
 
પટણા જંકશનના ડિરેક્ટર ડો.નિલેશકુમારે જણાવ્યું હતું કે, આ યોજનાનુ મોનિટરિંગ બોર્ડની પસંદગીના વાણિજ્ય સુપરવાઇઝર્સ પોતે કરી રહ્યા છે. રેલવેએ એજન્સીને પટના જંકશનના ડગલો રૂમમાં 300 ચોરસ ફૂટની જગ્યા આપી છે. એજન્સીએ સેટઅપ માટે કામ શરૂ કરી દીધું છે. એજન્સીના ચંચલ ઘોષે જણાવ્યું હતું કે આ સુવિધાનું નામ એન્ડ ટુ એન્ડ પેસેન્જર બેગેજ સર્વિસ રાખવામાં આવ્યું છે.  સામાન બુક કરવા માટે એજન્સી એક એપ્લિકેશન અને વેબસાઇટ બનાવી રહી છે.
 
અમદાવાદમાં આજથી શરૂ 
 
દેશભરમાં આ સુવિદ્યાને સૌથી પહેલા અમદાવાદ રેલવે સ્ટેશન પરથી 23 થી 26 જાન્યુઆરી વચ્ચે શરૂ કરવાની યોજના  છે. ત્યારબાદ બેંગલુરૂ અને નાગપુરમાં તેની શરૂઆત થશે. પૂર્વી ભારતમાં પટના પહેલુ જંકશન હશે જયાથી આ સેવા શરૂ થશે. 
 
આ રીતે થશે લગેજનુ બુકિંગ 
 
- પ્રવાસીઓ પાસે એપ અને વેબસાઇટ પર બુકિંગ કરવાનો વિકલ્પ હશે.
- એપ એંડ્રોયડ મોબાઇલ પર ડાઉનલોડ કરવાની રહેશે.
- બેગનું કદ, વજન અને અન્ય માહિતી આપવી પડશે.
- તે મુજબ ચાર્જ વસૂલવામાં આવશે
 
બુકિંગ ચાર્જ 
- સ્ટેશનથી અંતર અને વજનના હિસાબથી 
- મહત્તમ અંતર 50 કિલોમીટર
- સૌથી ઓછો દર 125 રૂપિયા હતી 
- 10 કિલોમીટરનું અંતર અને ન્યૂનતમ 10 કિલોના વજનવાળા બેગનો એક તરફનો ચાર્જ 125 રૂપિયા છે
- બર્થ સુધી સામાન લઈ જવા માટે કુલીનો નિર્ધારિત ચાર્જ પણ આપવો પડશે. 
- જો  એક કરતા વધારે (મહત્તમ પાંચ) સામાન હશે તો પ્રથમ સામાનની ફી રૂ. 125 છે, બાકીના દરેકની  50-50 રૂપિયા
- લગેજના રેટિંગ અને સેનેટાઈઝેશની સુવિદ્યા પણ લઈ શકશો. 
- જીપીએસ સિસ્ટમથી કરી શકશો ટ્રેક 
- સામાનનો વીમો પણ મળશે