Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોણ છે 23 વર્ષના અશોક શર્મા, SMAT મા તોડ્યો છે ઓલટાઈમ રેકોર્ડ ? IPL માં 9000000 રૂપિયામાં બન્યા આ ટીમનો ભાગ

બુધવાર, 17 ડિસેમ્બર 2025 (16:52 IST)
ઈંડિયન પ્રીમિયર લીગની 19 મી સીઝનને લઈને ઑક્શન 16 ડિસેમ્બરના રોજ અબૂ ધાબીમાં સંપન્ન થઈ ગયુ. આ વખતે ઓક્શનમાં સૌથી વધુ ધનવર્ષા ભારતીય અનકૈપ્ડ ખેલાડીઓ પર જોવા મળી. જેમા એક નામ 23 વર્ષના ઝડપી બોલર અશોક શર્માનુ છે. જેમણે ગુજરાત ટાઈટંસ એ પોતાના સ્કવોડનો ભાગ બનાવ્યો છે. અશોકને લેવા પાછળનુ સૌથી મોટુ કારણ તેમનુ ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવુ છે. જેમા આ વખતની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેઓ ઓલ ટાઈમ રેકોર્ડ તોડવામા સફળ રહ્યો.  અશોક આ ટૂર્નામેંટમાં રાજસ્થાન તરફથી રમી રહ્યો હતો.  જેમા તેની ટીમની યાત્રા સુપર લીગ સ્ટેજમાં પુરી થઈ ગઈ.  
 
અશોક SMAT ની એક સીજનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર બન્યો   
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 માં અશોક શર્માની ઘાતક બોલિંગ જોવા મળી જેમા તે હવે આ ટૂર્નામેંટના ઈતિહાસમાં એક સીજનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર બની ગયો છે. અશોક શર્માએ કુલ 10 મેચોમાં રમતા 37.1 ઓવર્સની બોલિંગ કરી જેમા તે 15.64 ના એવરેજથી 22 વિકેટ પોતાને નામે કરવામાં સફળ રહ્યો.   આશોકે આ દરમિયાન બે મેચોમાં 4-4 વિકેટ પણ મેળવી.  સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ઈતિહાસમાં એક સીઝનમાં અશોક પહેલા સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ વડોદરાની ટીમના ઝડપી બોલર લુકમા મેરિવાલાના નામે હતો જેણે 2013-14 ની સીઝનમાં કુલ 21 વિકેટ મેળવી હતી. જેને હવે અશોકે ધ્વસ્ત કરવાની સાથે તેને પોતાને નામે કરી લીધો છે.  

<

I.C.Y.M.I

Record Alert

With the wicket of Mumbai's Atharva Ankolekar, Rajasthan pacer Ashok Sharma set the record for most wickets in a single Syed Mushtaq Ali Trophy season, claiming 22 wickets 

Sharma surpassed Baroda pacer Lukman Meriwala's tally of 21 wickets set… pic.twitter.com/ivGQ60O8PK

— BCCI Domestic (@BCCIdomestic) December 16, 2025 >
 
આઈપીએલ ઓક્શનમાં અશોકને લઈને ફ્રેંચાઈઝીમાં જોવા મળ્યો રસ 
અશોક શર્માએ IPL હરાજીમાં 30 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર પોતાનું નામ નોંધાવ્યું હતું. ગુજરાત ટાઇટન્સ ઉપરાંત, ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સે પણ તેમને પોતાની ટીમનો ભાગ બનાવવામાં રસ દાખવ્યો હતો, ત્યારબાદ ગુજરાતે આખરે 90 લાખ રૂપિયાની બોલી લગાવીને બોલી જીતી લીધી હતી. અશોક શર્મા આ પહેલા પણ IPLમાં રાજસ્થાન રોયલ્સ અને KKRનો ભાગ રહી ચૂક્યા છે, પરંતુ તેમને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. જો આપણે અશોકના અત્યાર સુધીના કરિયરની વાત કરીએ તો, તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ફક્ત 4 મેચ રમી છે, જેમાં તેઓ 29.71 ની સરેરાશથી 14 વિકેટ લેવામાં સફળ રહ્યા છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનિક દત્તાનું અગાશી પરથી પડતા શંકાસ્પદ મોત, ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળતા ચકચાર

ગુજરાતી જોક્સ- લગ્ન નહીં કરી શકીએ.

ગુજરાતી જોક્સ - રાખડી

સંકટ વચ્ચે શક્તિપીઠની શરણે પહોચ્યા રણવીર સિંહ, મૈસૂરના ચામુંડેશ્વરી મંદિરમાં માતા સામે માથુ ટેકવ્યુ

Video - વિરાટ કોહલીની જીત માટે અનુષ્કા શર્માએ કરી પ્રાર્થના, ટીમ માટે મંત્રોચ્ચાર કરતી વખતે હાથમાં જોવા મળી ખાસ વસ્તુ

આગળનો લેખ
Show comments