ગુરુવાર, 18 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ સમાચાર
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 17 ડિસેમ્બર 2025 (16:38 IST)

આ ખેલાડીએ ક્રિકેટ છોડી દેવાનુ બનાવી લીધુ હતુ મન, હવે ઑક્શનમાં 14.2 કરોડ મા વેચાતા મચી ખલબલી

prashant veer
Prashant Veer: IPL 2026 ના ઓક્શનમાં એક એવુ નામ ચર્ચામાં આવ્યુ છે જેને ખૂબ ઓછા લોકો જાણતા હતા. એ છે પ્રશાંત વીર.  જેવા જ આ ખેલાડી પર ફ્રેંચાઈજીઓની નજર ટકી ગઈ. જોત જોતામાં પાંચ ટીમો વચ્ચે જોરદાર બોલી લાગવી શરૂ થઈ અને છેવટે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ 14.2 કરોડ રૂપિયા ખર્ચ કરીને તેને પોતાની ટીમમાં લઈ લીધો.  આ સાથે, પ્રશાંત વીર IPL ઇતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો. જોકે, પ્રશાંતની  અહી સુધી પહોચવની યાત્રા સરળ નહોતી.  ઘણા યુવા ભારતીય ક્રિકેટરોની જેમ, તેને પણ લાંબા સમય સુધી સંઘર્ષનો સામનો કરવો પડ્યો.
 
પ્રશાંતના બાળપણના કોચ, રાજીવ ગોયલે ખુલાસો કર્યો કે તેમણે 2020 માં ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો હતો. તે જ વર્ષે, તેમના દાદા, જે પરિવારના એકમાત્ર કમાતા હતા, તેમનું અવસાન થયું. પ્રશાંતનો ક્રિકેટ ખર્ચ તેમના દાદાના LIC પેન્શનમાંથી આવતો હતો. તેમના પિતા ઉત્તર પ્રદેશના અમેઠીમાં એક સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કરે છે, અને તેમના માટે પાંચ લોકોના પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ હતું.
 
રાજીવ ગોયલે ક્રિકબઝને જણાવ્યું હતું કે પ્રશાંત 2020 માં ક્રિકેટ છોડવા માંગતો હતો. તે સમયે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ હતી. તેમણે પ્રશાંતની બધી જરૂરિયાતોનું જ નહી પરંતુ તેને સતત ટ્રેનિંગ આપીને આગળ વધવા માટે પ્રોત્સાહિત પણ કર્યો.
 
કોચના સાથે આપી હિમંત 
 પ્રશાંત વીરે એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં માન્યુ કે તેમના કોચ રાજીવ ગોયલે તેમને મુશ્કેલ સમયમાં તેનો આર્થિક અને માનસિક બંને પ્રકારનો સાથ આપ્યો. પ્રશાંતે કહ્યુ કે ખૂબ પડકારો હતા. પણ તેમના પરિવારે હંમેશા તેમના ક્રિકેટ રમવાના સપનાને પ્રાથમિકતા આપી. દાદાના ગુજરી ગયા પછી રાજીવ ગોયલ સર જેવા લોકોએ તેમને આર્થિક અને માનસિક રીતે સંભાળ્યો. તે ખુદને ભાગ્યશાળી માને છે કે તેને આવા લોકો મળ્યા.