Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

દિવાળીની ખાસ રેસીપી મઠીયા બનાવવાની રેસીપી

Updated: બુધવાર, 15 ઑક્ટોબર 2025 (12:48 IST)
સામગ્રી : એક કિલો મઠનો લોટ, 200 ગ્રામ અડદનો લોટ, 50 ગ્રામ સફેદ મરચું, 5 ટેબલ સ્પૂન મીઠુ અથવા સ્વાદ પ્રમાણે મીઠુ, 100 ગ્રામ દળેલી ખાંડ,અજમો 2 ટી સ્પૂન, તળવા માટે તેલ (પાતળાં મઠિયામાં હળદર નાખવી નહી)
 
બનાવવાની રીત - 
- એક કપ ગરમ પાણીમાં ખાંડ ઓગાળી લો, 
- એક કપ પાણીમાં સફેદ મરચુ, મીઠું અને અજમો નાખી સારી રીતે મિક્સ કરી લો. 
- બંને લોટને બરાબર મિક્સ કરી લો. 
- હવે તેમા ખાંડનુ પાણી અને સફેદ મરચાનુ પાણી નાખી કઠણ લોટ બાંધો. 
- હવે આ લોટને સાધારણ તેલ નાખી સારી રીતે કૂટીને અને ખેંચો. 
- લોટ એકદમ નરમ પડી જવો જોઈએ.
- લોટને એક સરખા લુવા પાડી લો અને તેને ઢાંકી મુકો. 
- હવે આ લૂઆને થાળી પર પ્લાસ્ટિક મુકી તેના પર તેલ લગાવી પાતળા મઠિયા વણી લો. 
- મઠિયા ઉપરાઉપરી મુકતા જાવ જેથી સુકાય નહી. 
- બધા મઠિયા વણાય જાય કે તેલ ખૂબ સારી રીતે તપાવી પછી મધ્યમ તાપ પર તળી લો.
 
નોંધ : મઠિયા તરત જ તળાય જાય છે તેથી તેને જલ્દી જલ્દી કાઢવા જોઈએ.

વધુ જુઓ..

Vivo V80 લોન્ચ, 7200mAh બેટરી અને 50MP ZEISS કેમેરા. કિંમત સાંભળીને તમે કહેશો, "શું આટલું સસ્તું છે?"

ગાંધીનગર મનપામાં ભાજપની જીત બાદ મેયર પદ માટે મંથન, OBC ઉમેદવારને મળી શકે છે તક

ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ :44માંથી 38 સીટ જીતી ભાજપે હેટ્રિક લગાવી, કોંગ્રેસે 5 બેઠક મેળવી લાજ બચાવી, આપના સુપડા સાફ

Navratri Day 4 : દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માંડા માતા, જાણો માતાના મંત્ર, શું પ્રસાદ ચઢાવશો

GMC Election Results 2026 LIVE: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો મોટો વિજય, કોંગ્રેસ બીજા સ્થાને, AAP નુ ખાતું પણ ન ખુલ્યુ

વધુ જુઓ..

આજે મા ચંદ્રઘંટાને આ વસ્તુઓ અર્પણ કરો, દરેક અવરોધ જલ્દી દૂર થશે, અને તમને ઇચ્છિત પરિણામ મળશે

Navratri Day 4 : દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માંડા માતા, જાણો માતાના મંત્ર, શું પ્રસાદ ચઢાવશો

શુ તમે પણ નવરાત્રી અને દુર્ગા પૂજાને એક સમજો છો ? અહી જાણો બંને વચ્ચે અંતર

Navratri Day 3 - 13 ઓક્ટોબર ની ત્રીજી દેવી ચંદ્રઘંટાના 4 વિશેષ મંત્ર અને પ્રસાદ

Navratri Health Tips 2026: નવ દિવસના વ્રત દરમિયાન ન કરશો આ ભૂલ નહી તો વજન ઘટે નહી વધી જશે

આગળનો લેખ
Show comments