Dharma Sangrah
✕

મોર બની થનગાટ કરે

Updated: સોમવાર, 16 ફેબ્રુઆરી 2026 (08:40 IST)
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહુ ઓર,મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મારું મન મોર બની થનગાટ કરે.
 
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે, ગુમરી ગુમરી ગરજાટ ભરે.
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે
મઘરા મઘરા મલકાઇને મેડક નેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ઘુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.
મન મોર બની…
 
નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે, મારાં લોચનમાં મદઘેન ભરે
પરછાઈ તળે હરિયાળી બની મારો આતમ નેન બિછાત કરે, સચરાચર શ્યામલ બાથ ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,
ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય, નેન નીલાંજન-ઘેન ભરે
મન મોર બની…
 
નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે, પટકૂળ નવે પાણી-ઘાટ પરે.
એની સૂનમાં મીટ સમાઇ રહી, એની ગાગર નીર તણાઇ રહી, એને ઘેર જવા દરકાર નહીં.
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે,
પનિહાર નવે શણગાર નદી કેરે, તીર ગંભીર વિચાર કરે.
મન મોર બની…
 
ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહેલ અટારી પરે, ઊંચી મેઘ-મહેલ અટારી પરે.
અને ચાકચમૂર બે ઉર પરે પચરંગીન, બાદલ-પાલવડે કરી આડશ કોણ ઊભેલ અરે.
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે.
મન મોર બની…
 
ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે, ચકચૂર બની ફૂલ-ડાળ પરે.
વિખરેલ અંબોડાના અળ ઝૂલે, દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે.
એની ઘાયલદેહના છાયલ-છેડલા આભ ઊડી ફરકાટ કરે,
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે.
મોર બની થનગાટ કરે આજે
મન મોર બની…

વધુ જુઓ..

ગુજરાતી લગ્નની પરંપરાગત વિધિઓ: જાણો લગ્ન પહેલાંથી લઈને વિદાય સુધીની તમામ રસમોનું મહત્વ

છોકરી ખરેખર તમને પ્રેમ કરે છે કે નહીં? આ 7 સંકેતોથી કરો ઓળખ

ભ અક્ષર પરથી છોકરાઓનાં 20 નામ અને અર્થ

Bread Recipes- બ્રેડમાંથી બનાવો 5 ઝટપટ અને સ્વાદિષ્ટ નાસ્તાની વાનગીઓ, બાળકો અને મોટાઓને પણ આવશે પસંદ

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -17, નવેમ્બર 2026

દેવઉઠી એટલે કે પ્રબોધિની એકાદશી ક્યારે છે 20 કે 21 નવેમ્બર ? આ દિવસે કરી લો આ 5 અચૂક ઉપાય, સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિ માં થશે વૃદ્ધિ

Vivah Muhurat November 2026- ચાતુર્માસ પૂર્ણ થતાં જ શરૂ થશે લગ્નની સિઝન! નવેમ્બર 2026માં લગ્ન માટે માત્ર 4 શુભ મુહૂર્ત, નોંધી લો તારીખો

Akshaya Navami Katha - સંતાન સુખ આપનારુ છે અક્ષય નવમી નું વ્રત, જાણો પૂજા વિધિ અને કથા

કપૂરના આ ઉપાયો તમારી દરિદ્રતા દૂર કરશે ..Kapur Upay

આગળનો લેખ
Show comments