Daily Horoscope
✕

ડાયટિંગ સિવાય વજન ઉતારવુ છે તો અપનાવો આ ટિપ્સ

Updated: શનિવાર, 6 જૂન 2020 (18:26 IST)
અનિયમિત દિનચર્યા અને આળસને કારણે જો તમારું વજન વધી રહ્યું છે તો તમને વજન ઘટાડવા માટે ઓછો ખોરાક લેવો અને એક્સરસાઇઝ કરવી જેવી સલાહ તમારી આસપાસના લોકો તરફથી મળતી રહે છે. અને તમે આ બધી સલાહ પર અમલ કરવાની કોશિશ પણ કરી રહ્યા હશો. પરંતુ કોઈ પણ વ્યક્તિ માટે જીમમાં જઈને વર્કઆઉટ કરવું અથવા ડાયટિંગ કરીને ઓછો ખોરાક લેવો તે શક્ય હોતું નથી. જો તમે થોડીક વાતોને તમારા રોજીંદા જીવનમાં અપનાવી લેશો તો તમારુ વજન ઝડપથી ઘટશે. 
 
- .વજન ઘટાડવા માંગતા હોવ તો રોજ દિવસમાં 10થી 12 ગ્લાસ પાણી (3-4 લીટર) પીવાનો નિયમ લો. આટલું પાણી પીવો તો શરીરનું મેટાબોલિઝમ સારું થાય છે અને ખાવાનું સારી રીતે પચે છે. 
- રોજ જ્યારે પણ ભોજન કરો તો પૂરતા પ્રમાણમાં સલાડ પણ  ખાઓ. જો તમને ભૂલ લાગે તો સ્નેક્સની જગ્યાએ સલાડ જેમ કે ગાજર, કાકડી, ચણા વગેરેનું સેવન કરો. ચણા ખાવાથી શરીરને પ્રોટીન મળે છે. 
-જો તમે ખરેખર વજન ઉતારવા માંગતા જ હોવ તો તમારે જંકફૂડ અને બહારના ખાવાનાથી બચવું પડશે.  ચોકલેટ, કેક, ટોફી અને આઈસ્ક્રિમનું સેવન ન કરો.  - ભૂખ કરતા વધુ ભોજન કરવાથી પણ વજન વધે છે. કેટલાક લોકો સ્વાદના ચક્કરમાં એ ભૂલી જાય છે કે વધુ ખાવાથી વજન વધે છે. ખાવાના ટેબલ પર બેઠા પછી એટલું યાદ રાખો કે જેટલી ભૂખ હોય તેટલું જ ખાઓ.
- ઓફિસ કે કોલેજ જલદી પહોંચવાના ચક્કરમાં નાશ્તો નથી કરતા તો તે તમારા માટે જોખમી બની શકે છે. નાશ્તો ન કરવાથી મોટાપાની સમસ્યા ઊભી થતી હોય છે. બ્રેકફાસ્ટ ન કરનારા લોકો ભૂખ લાગતા લંચ  પહેલા સ્નેક્સનું સેવન કરી લે છે, જે વજન વધારે છે. 
- રાતે સૂવાના લગભગ દોઢ બે કલાક પહેલા ભોજન કરો અને ટહેલવાનું ન ભૂલો
- સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવાથી શરીરની ચરબી ઓછી થાય છે અને મેટાબોલિઝમ સારું થાય છે
- મીઠાઈનું સેવન કરવાથી ચરબી વધે છે. જો તમે મીઠાઈના શોખીન હોવ તો કોશિશ કરો કે ઓછામાં ઓછી મીઠાઈ ખાઓ. 
- વજન ઓછુ કરવા અને બોડીને ફીટ રાખવા માટે નિયમિત વ્યાયામ ખુબ ફાયદાકારક સાબિત થશે. 

વધુ જુઓ..

ભક્તે ૧૦ કરોડનું દાન આપ્યું, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ અને સીઈઓને ચેક સોંપ્યો

અર્ણબ અને મુરાસુ પછી, ચક્રવાત 'અક્વાન' હવે ખતરો બની રહ્યો છે! બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયું છે

બદ્રીનાથ ધામના કપાટ બંધ થાય તે પહેલા હવામાન બદલાઈ રહ્યું છે, આજે સવારથી સતત બરફવર્ષા થઈ રહી છે. વિડિઓ જુઓ.

ભોપાલમાં લવ જેહાદનું કાવતરું નિષ્ફળ! ​​રૂબીના તરીકે હિન્દુ મહિલાનો ઢોંગ કરનાર આરોપી, બજરંગ દળે ધરપકડ કરી

OnePlus ત્રણ સસ્તા ફોન લોન્ચ કરશે, જેમાં OnePlus 16Rનો સમાવેશ થાય છે. કિંમત જાહેર કરવામાં આવી છે.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 નવેમ્બર, 2026

આજે છઠ પૂજાનો સાંજનો પ્રસાદ કરવામાં આવશે. સૂર્યને જળ ચઢાવવાનો યોગ્ય સમય અને નિયમો જાણો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 નવેમ્બર, 2026

લાભ પાંચમ 2026 - વેપારમાં લાભની ઈચ્છા સાથે કરો આજે લાભ પાંચમની પૂજા, જાણી લો લક્ષ્મી ગણેશ પૂજાની સંપૂર્ણ વિધિ

Happy Labh Pancham - લાભ પાંચમની શુભેચ્છા

આગળનો લેખ
Show comments