Lockdown Fitness Tips: લૉકડાઉનમાં અપનાવો આ ટિપ્સ, પહેલાથી પણ વધુ રહેશો ફિટ

fitness tips
Last Updated: શનિવાર, 23 મે 2020 (18:41 IST)
જો તમે બીમારીને હરાવવા માંગતા હોય તો તમારે પહેલાં કરતાં વધુ મજબૂત બનવું પડશે. તમારે પહેલા કરતા વધારે પોતાના પર ધ્યાન આપવુ પડશે. તમારે પહેલા કરતા વધારે મહેનત કરવી પડશે. કેવી રીતે ? આવો જાણીએ

જો આપણે આ
લોકડાઉનનાં કેટલાક સારા પાસાંઓ જોઈએ તો આપણને જોવા મળશે કે આ સમય દરમિયાન પ્રકૃતિ એક રીતે જીવંત થઈ ગઈ છે. તો કેમ નહીં કુદરત પાસેથી શીખવું, આપણે આપણી શક્તિ પ્રતિરક્ષાને મજબૂત કરવા માટે વર્તમાન સમયનો પણ ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણે જ્યારે ઘરની બહાર નીકળીએ ત્યારે લોકડાઉન પછી, આપણું શરીર કોઈપણ પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સાથે તૈયાર રહો.
કસરત કરવાનું ભૂલશો નહીં- રોગપ્રતિરોધક ક્ષમતા વધારવા માટે શારીરિક રૂપે ફિટ રહેવુ પડશે. ઘર બહાર તો નથી જઈ શકાતુ. પણ ઘરના કામ જેવા કે સાફ સફાઈ કે કચરા પોતુ કરીને ખુદને ચુસ્ત રાખો. સાથે જ યોગ, દોરડા કૂદવાનુ, સીડી પર ચઢવુ અને ધ્યાન એવી કેટલીક ર્કિયાયો જે ફિટ રાખવામાં મદદ કરશે.

હળદર
વધારશે ઈમ્યુનિટી - શરદી તાવ થતા ગરમા ગરમ હળદરનું દૂધ પીવું એ ખૂબ જ જૂનો
દેશી નુસ્ખો
છે. હળદર તેના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો માટે જાણીતી છે. આ દિવસોમાં જો તમે રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં હળદર નાખીને પીવાનું શરૂ કરો તો તમારી ઈમ્યુનિટી આપમેળે મજબુત થઈ જશે.
ચ્યવનપ્રાશથી મળશે તાકત
- ચ્યવનપ્રાશ ખૂબ જ દુર્લભ જડી બુટ્ટીયોમાંથી તૈયાર થાય છે.
જેનુ
નિયમિત સેવન તમારા શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને રોગો સામે લડવાની ક્ષમતા પણ વધારે છે. તો પછી કેમ નહી તમે પણ દરરોજ એક ચમચી ચ્યવનપ્રશ દૂધ સાથે લેવાનું શરૂ કરી દો ?


દેશી મસાલાનો દમ -
સૂંઠ, કાળા મરી, તજ, લવિંગ અને જાયફળ જેવા મસાલા દરેક ભારતીય રસોડાનું
એક અભિન્ન અંગ છે. આ મસાલા કોઈપણ વાનગીનો સ્વાદ વધારવાની સાથે જ શરીર પણ મજબૂત બનાવશે. જો તમે આ મસાલાઓને તમારા ભોજનમાં શામેલ કરવા ઉપરાંત અઠવાડિયામાં બેથી ત્રણ વાર
તેનો ઉકાળો બનાવીને પી લેશો તો તમને ચોક્કસ ફાયદો થશે. જો તમારે તેનો સ્વાદ વધારવો હોય તો તમે તેમાં લીંબુ અને મધ પણ ઉમેરી શકો છો. તેવી જ રીતે, અઠવાડિયામાં એકવાર ઉપવાસ કરવાથી શરીરને ડિટોક્સ કરો અને ડ્રાયફ્રૂટને પણ આહારમાં સામેલ કરો. .

કેટલીક અન્ય કામની વાતો

- દિવસમાં ઘણી વખત સાબુથી હાથ ધોવા.
- કારણ વગર બહાર ન નીકળશો.
- વારંવાર હાથ
મોં, આંખો, નાકને સ્પર્શશો નહીં.
- શરીરમાં પાણીની કમી ન થવા દો
- ફક્ત તાજો અને હળવો ખોરાક લો.
- દહીનું સેવન કરો. દહીમાં રહેલા પ્રોબાયોટીક્સ આપના પાચન
શક્તિને સ્વસ્થ રાખે છે સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે.
- ઇંડામાં વિટામિન-ડીની સાથે બી-શ્રેણીના વિટામિન્સ અને સેલેનિયમ પણ ભરપુર માત્રામાં હોય છે, જે ઈમ્યુનિટી વધારે છે.
- પાલક ખાવ, તેને સુપર ફૂડ પણ કહેવામાં આવે છે.


આ પણ વાંચો :