Indian Navy Day - જાણો ભારતીય નૌસેનાનો ઈતિહાસ
ભારતીય નૌસેના દિવસના ઈતિહાસ 1971ના ઐતિહાસિક ભારત-પાકિસ્તાન યુદ્ધ સાથે જોડાયેલ છે. જેમા ભારતે પાકિસ્તાન પર વિજય જ નહોતો મેળવ્યો પણ પૂર્વી પાકિસ્ત્સાનને આઝાદ કરાવીને સ્વતંત્ર રાષ્ટ્ર બાંગ્લાદેશનો દરજ્જો અપાવ્યો હતો. ભારતીય નૌસેના પોતાના આ ગૌરવમયી ઈતિહાસની યાદમાં દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ નૌસેના દિવસ ઉજવે છે. આધુનિક ભારતીય નૌસેનાનો પાયો 17મી શતાબ્દીમાં મુકવામાં આવ્યો હતો. જ્યારે ઈસ્ટ ઈંડિયા કંપનીએ એક સમુદ્રી સેનાના રૂપમાં ઈસ્ટ ઈંડિયા કંપનીની સ્થાપના કરી. આ ટીમ 'ધ ઓનરેબલ ઈસ્ટ ઈંડિયા કંપનીઝ મરીન' કહેવાતી હતી. પછી તેને 'ધ બોમ્બે મરીન' નામ આપવામાં આવ્યુ. પહેલા વિશ્વ યુદ્ધ દરમિયાન નૌસેનાનુ નામ 'રૉયલ ઈંડિયન મરીન' રાખવામાં આવ્યુ.
26 જાન્યુઆરી 1950ના રોજ ભારત ગણતંત્ર બન્યુ અને આ દિવસે ભારતીય નૌસેનાએ પોતાના નામમાંથી 'રોયલ'નો ત્યાગ કર્યો. એ સમયે ભારતીય નૌસેનામાં 32 નૌ-પરિવહન પોત અને લગભગ 11000 અધિકારી અને નૌસૈનિક હતા. 15 ઓગસ્ટ 1947માં ભારત જ્યારે આઝાદ થયો ત્યારે ભારતના નૌસૈનિ દળમાં જૂનુ યુદ્ધપોત હતુ. આઈએનએસ 'વિક્રાંત' ભારતીય નૌસેનાનુ પ્રથમ યુદ્ધપોતક વિમાન હતુ. જેને 1961માં સેનામાં સામેલ કરવામાં આવ્યુ હતુ. પછી આઈએનએસ 'વિરાટ' ને 1986માં સામેલ કરવામાં આવ્યુ હતુ. જે ભારતનુ બીજુ વિમાનવાહી પોત બની ગયુ.
આજે ભારતીય નૌસેના પાસે એક દળમાં પેટ્રોલ ચલિત પનડુબ્બીયો, વિધ્વંસક યુદ્ધપોત, ફ્રિગેટ જહાજ, કૉર્વેટ જહાજ, પ્રશિક્ષણ પોત, મહાસાગરીય અને તટીય સુરંગ માર્જક પોત (માઈનસ્વીપર) અને અન્ય અનેક પ્રકારના પોત છે. આ ઉપરાંત ભારતીય નૌસેનાની ઉડ્ડયન સેવા કોચ્ચિમાં આઈએનએસ ગરૂડના સામેલ હોવાની સાથે શરૂ થઈ. ત્યારબાદ કોયમ્બટૂરમાં જેટ વિમાનોની મરમ્મત અને દેખરેખ માટે આઈએનએસ 'હંસ' ને સામેલ કરવમાં આવ્યુ. ભારતીય નૌસેનાએ જળ સીમામાં અનેક મોટી કાર્યવાહીઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જેમા મુખ્ય છે જ્યારે 1961માં નૌસેનાએ ગોવાને પુર્તગાલીયોથી સ્વતંત્ર કરવામાં થલ સેનાની મદદ કરી.
આ ઉપરાંત 1971માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયુ તો નૌસેનાએ પોતાની ઉપયોગિતા સાબિત કરી. ભારતીય નૌસેનાએ દેશની સીમા રક્ષા સાથે સાથે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા શાંતિ કાયમ કરવાની વિવિધ કાર્યવાહીઓમાં ભારતીય થલ સેના સહિત ભાગ લીધો. સોમાલિયામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની કાર્યવાહી આનો જ એક ભાગ હતી. દેશના પોતાના ખુદના પોત નિર્માણની દિશામાં શરૂઆતી કદમ ઉઠાવતા ભારતીય રક્ષા મંત્રાલયે મુંબઈના મજગાવ બંદરગાહને 1960માં અને કલકત્તા (કોલકાતા)બા ગાર્ડબ રીચ વર્કશોપ (જીઆરએસઈ)ને પોતાના અધિકારમાં લીધુ. વર્તમાનમાં ભારતીય નૌસેનાનુ મુખ્યાલય નવી દિલ્હીમાં સ્થિત છે અને આ મુખ્ય નૌસેના અધિકારી 'એડમિરલ' ના નિયંત્રણમાં હોય છે. ભારતીય નૌ સેના ત્રણ ક્ષેત્રોની કમાન (પશ્ચિમમાં મુંબઈ, પૂર્વમાં વિશાખાપટ્ટનમ અને દક્ષિણમાં કોચ્ચિ) ના હેઠળ ગોઠવવામાં આવી છે. જેમાથી દરેકનુ નિયંત્રણ એક ફ્લેગ અધિકારી દ્વારા કરવામાં આવે છે.