શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 20 મે 2020 (10:53 IST)

Stay Home Stay Empowered: જાણો ઘર-પરિવારને કોરોના પ્રુફ રાખવાની 11 ટિપ્સ

લોકો કોરોનાના ભયને કારણે શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહે છે. જો કે, દરેકને કેટલીકવાર જરૂરી ચીજવસ્તુ અથવા કામ માટે બહાર નીકળવું પડે છે. આ ક્રમમાં, સંક્રમણ પણ ફેલાય છે. આને ધ્યાનમાં રાખીને, ચેપી રોગના ડોકટરો અને નિષ્ણાતોએ ઘણી ઉપયોગી ટીપ્સ આપી છે. આ ટીપ્સનો ઉપયોગ કરીને, તમે આ ખતરનાક સંક્રમણથી ઘણી હદ સુધી સુરક્ષિત રહી શકો છો, કારણ કે તે તમારા ઘરને  વાયરસ-પ્રૂફ બનાવી શકે છે
 
ભારતીય સંસ્કૃતિ ઘરને કેવી રીતે સ્વચ્છ રાખવું તે શીખવે છે. આપણે ફરીથી તે પગલાંઓ  અનુસરવા પડશે. ચપ્પલ પહેરીને આપણે રસોડામાં જતા નહોતા. પહેલા પણ આપણે ઘરની બહાર જૂતા ચંપલ ઉતારતા. હવે આપણે ઘરની ચપ્પલ પહેરીને અંદર જ આવવું જોઈએ. બહારથી આવતાની સાથે જ આપણે  તરત જ નહાવાનો પ્રયાસ કરવો જોઈએ.  જો તમે લિફ્ટમાં અવર-જવર કરો છો તો ચહેરો લિફ્ટની દિવાલ તરફ રાખો, લોકો તરફ નહીં. આ રીતે, આપણે નાની નાની વાતો શીખીને વાયરસથી બચી શકીએ છીએ.
 
- ઘરના કોઈ એક વ્યક્તિને જ સામાન ખરીદવા માટે ઘરની બહાર મોકલો. આ ચેપનું જોખમ ઘટાડશે. સાથે જ ઘરમાં ડિસઈંફેશન ક્ષેત્ર બનાવો.
 
- જ્યારે તમે બહાર નીકળો ત્યારે, અન્ય લોકોથી ઓછામાં ઓછા છ ફુટ અથવા બે ગજનુ અંતર  રાખો. ખરીદી કરતી વખતે, તમારી બાસ્કેટ અથવા કાર્ટનું  હેન્ડલ લૂંછી લો. ઘરની બહાર હોય ત્યારે માસ્ક લગાવો.સાથે જ  તમારા હાથ ધોતા રહેશો અને સતત સેનિટાઇઝ કરો. તમારા ચહેરાને સ્પર્શ કરવાનું ટાળો.
 
- જ્યારે તમે ઘરે પાછા આવો, ઓછામાં ઓછા 20 મિનિટ સુધી તમારા હાથ સાબુ અને પાણીથી ધોઈ લો. ઘરના ડિસઈંફેક્શન વિસ્તારમાં તમારી બેગ અને ફૂડ પેકેટને ડિસઈફેક્ટ કરો.
 
- બારણાનું  હેન્ડલ, લાઇટ સ્વીચ, ચાવી, ફોન, કીબોર્ડ, રિમોટ સાફ કરો. જીવાણુ નાશક માટે સારા સંક્રમકનાશકનો ઉપયોગ કરો અને સપાટીને 3-5 મિનિટ માટે ભીનુ જ  છોડી દો. ઘરમાં સાબુ, બ્લીચ, સંક્રમણનાશક અને સેનિટાઇઝર રાખો.
 
- ડિલિવરી વર્કરને કહો કે સામાન ઘરના દરવાજે જ મુકી દે. . જો તમારે દરવાજા સુધી આવવાની જરૂર પડે તો ઓછામાં ઓછા 6 ફૂટનું અંતર રાખો.
 
- તમામ માલ અને ડિલિવરી માટે ઓનલાઇન ચૂકવણી કરો.
 
- કપડાં અને ટુવાલ ગરમ પાણીમાં ધુવો. ગંદા કપડા ઝટકો નહીં, નહીં તો વાયરસ ઘરની હવામાં ફેલાઈ શકે છે.
 
- તમારા કોઈ પણ મહેમાનને ઘરમાં ન આવવા દો. જો કોઈ પરિવારનો સભ્ય આવે તો પણ તેને તમારા લિવિંગ એરિયામાં ન આવવા દો. જો તે લિવિંગ એરિયામાં આવી જાય તો તેમને છ ફુટ દૂર રાખો.
 
- જો ઘરમાં  બીમાર પડે છે, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો અને સલાહ લો. બીમાર સભ્યને ઘરના અલગ ભાગમાં રાખો અને તેમનો સામાન વાપરશો નહી. . બીમાર વ્યક્તિની વસ્તુઓ અલગ મુકો. 
 
- જો તમારા ઘરમાં પાલતુ પ્રાણી છે, તો તેમને અન્ય માણસોના સંપર્કમાં આવતા 
 રોકો.
 
- યુનિસેફ એ કોવિડ 19 દરમિયાન પારિવારિક સંવાદિતા જાળવવા માટે ઘણી ટીપ્સ આપવામાં આવી છે. જેમ કે બાળકો સહિતના તમામ લોકો સાથે સકારાત્મક રીતે વાત કરવાની સલાહ આપવામાં આવી છે