ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 19 મે 2020 (20:11 IST)

Coronavirus Drug: કોરોનાની સારવારમાં અસરકારક ઔષધિ સાબિત થઈ શકે છે અશ્વગંધા

વિવિધ દેશોના વૈજ્ઞાનિકો કોરોના વાયરસને કારણે ફેલાયેલા વિશ્વવ્યાપી રોગચાળા માટે કોઈ ઉપાય શોધવામાં લાગ્યા છે. તેના વેક્સીનને લઈને સંશોધન અને ક્લિનિકલ ટ્રાયલ્સમા પણ સકારાત્મક પરિણામો સામે આવી રહ્યા છે.  બીજી બાજુ પહેલાથી ઉપલબ્ધ દવાઓ અને ઔષધિઓમાં પણ તેના સારવારની શક્યતાઓ શોધવામાં આવી રહી છે.  આ દરમિયાન સારા સમાચાર છે કે આયુર્વેદિક ગુણોથી ભરપૂર અશ્વગંધા કોરોના વાયરસ સંક્રમણ વિરુદ્ધ કારગર સાબિત થઈ શકે છે.  આઈઆઈટી દિલ્હી  અને જાપાનના એક પ્રૌદ્યોગિકી સંસ્થાને અનુસંધાનમાં જોયુ છે કે અશ્વગંધા કોવિડ 19 સંક્રમણ વિરુદ્ધ ઉપચાર સાથે જ તેની રોકથામ કરનારી પ્રભાવી ઔષધિ સાબિત થઈ શકે છે. 
 
શોધકર્તાના  મુજબઅશ્વગંધા અને પ્રોપોલિસ એટલે મધપુડાની અંદર મળનારા  મીણના મોમી ગુંદરમાં કુદરતી સંયોજનમાં કોવિડ -19 અવરોધક દવા બનવાની સંભાવના છે. આઈઆઈટી દિલ્હીના બાયોટેકનોલોજી વિભાગનાપ્રમુખ ડી સુંદરના કહેવા મુજબ, સંશોધન ટીમમાં સામેલ વૈજ્ઞાનિકોએ સંશોધન દરમિયાન મોટી સંભાવના જોઇ છે 
 
ડી.સુંદરે જણાવ્યા મુજબ, વૈજ્ઞાનિકોએ વાયરસની પ્રતિકૃતિ બનાવવા માટે  મુખ્ય ભૂમિકા ભજવનારા સાર્સ-કોવિડ-2 એન્ઝાઇમને લક્ષ્ય બનાવ્યું, જે વાયરસની નકલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે સંશોધન પરિણામો એન્ટી કોવિડ -19 દવાઓના પરીક્ષણ માટે જરૂરી સમય અને ખર્ચની બચત કરી શકે છે. આ સાથે તેઓ કોરોના રોગચાળાના સંચાલનમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
 
વૈજ્ઞાનિકોએ અશ્વગંધા અને પ્રોપોલિસની વધુ ક્લિનિકલ ટ્રાયલ્સ લેબોરેટરીમાં કરવાની જરૂર છે. ડી.સુંદરના જણાવ્યા મુજબ દવા વિકસાવવામાં થોડો સમય લાગી શકે છે. અશ્વગંધા અને પ્રોપોલિસ વર્તમાન પરિસ્થિતિમાં અસરકારક સાબિત થઈ શકે છે.
 
જાપાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઔદ્યોગિક વિજ્ઞાન અને ટેકનોલોજી (એઆઈએસટી) દ્વારા આઈઆઈટી દિલ્હીના સહયોગથી આ સંશોધન કરવામાં આવ્યું હતું. આયુષ મંત્રાલયના નિર્દેશન પર અન્ય દવાઓ સાથે અશ્વગંધામાં કોરોના નિવારણની આશા શોધવા માટે સંશોધન કરવામાં આવી રહ્યું છે.