મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શનિવાર, 25 એપ્રિલ 2020 (11:33 IST)

કોરોનાની સારવારમાં પ્લાઝમાના ઉપયોગની ગુજરાતની ઐતિહાસિક પહેલ દ્વારા સ્થાપિત કર્યા નવા કીર્તિમાન

ગુજરાતે કોરોના કેસના દરદીઓની સારવારમાં પ્લાઝમાના ઉપયોગની શરૂઆત કરીને સમગ્ર વિશ્વ અને દેશમાં આરોગ્ય સુખાકારી ક્ષેત્રે નવા કીર્તિમાન પ્રસ્થાપિત કર્યા છે. અમદાવાદના આવા બે દર્દીઓને કનવલસન્ટ પ્લાઝમા આપ્યા પછી બે દિવસે આજે આ બે દર્દીઓ જે અગાઉ ઓકિસજન પર હતા તેમની ઓકિસજન જરૂરિયાત અન્ય કંટ્રોલ ગ્રુપ કરતા ઓછી થઈ છે.
 
આમ ગુજરાતે kovid 19 ની સારવાર પદ્ધતિમાં પ્લાઝમાનો ઉપયોગ કરીને આ ઐતિહાસિક પહેલ દ્વારા નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે.
 આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ જણાવ્યું હતું કે
 કોરોનાની સારવારમાં કોરોના પોઝિટિવમાંથી કોરોના નેગેટિવ થયેલા વ્યક્તિના પ્લાઝમા આપવાની શરૂઆત કરવાની ઐતિહાસિક પહેલ કરી છે.
 
આ માટે  ગુજરાત સરકારે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા સમક્ષ આ અંગેની મંજૂરી આપવા રજૂઆત કરી હતી. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ તારીખ 17મી એપ્રિલે રાત્રે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી અને સાથે ગુજરાતને મંજૂરી પણ આપી હતી.
 
ગુજરાતે એક પણ દિવસનો વિલંબ કર્યા વિના તારીખ ૧૮મી એપ્રિલે કોરોના પોઝિટિવમાંથી નેગેટીવ થયેલા દર્દીના પ્લાઝમા કલેક્ટ કર્યા હતા અને જરૂરી તમામ પરીક્ષણો કર્યા હતા. 
 
પ્લાઝમા દાતા તરફથી મળેલા કન્વલ્સન્ટ પ્લાઝમા અમદાવાદની એસવીપી હોસ્પીટલમાં કૉવીડ 19ની સારવાર લઈ રહેલા બે દર્દીઓ એક 50 વર્ષના પુરુષ અને 50 વર્ષના એક મહિલા દર્દીને આપવામાં આવ્યા હતા. 
 
આજે બે દિવસ પછી આ બંને દરદીઓની ઓકિસજનની જરૂરિયાત અન્ય કંટ્રોલ ગ્રુપની સરખામણીમાં ઓછી થઈ છે.આમ ગુજરાતે kovid 19 ની સારવાર પદ્ધતિમાં પ્લાઝમાનો ઉપયોગ કરીને આ ઐતિહાસિક પહેલ દ્વારા નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે.