Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty 2018 - નવ વર્ષમાં સુંદર થવા માગો છો તો બસ આટલી ટિપ્સ અપનાવો

Updated: શનિવાર, 30 ડિસેમ્બર 2017 (13:38 IST)
કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં આજકાલ સ્કિનને સુધારવા માટેની એટલી બધી બ્યુટી પ્રોડક્ટ્સ વિકસી રહી છે કે ગુંચવણમાં પડી જવાય કે કઇ પ્રોડક્ટ આપણી સ્કિન માટે યોગ્ય રહેશે! આવામાં સૌથી સરળ ઉપાય એ જ છે કે તમે તમારી ચામડીની સંભાળ લેવા માટે કેટલાંક ઘરેલું નુસખા અજમાવો. અહીં આ માટેની કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જેને તમે ઘરે જ સરળતાપૂર્વક અજમાવી શકો છો.

- તમે ઘણાં લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે જો તમારે ચહેરાની ચમક જોઇતી હોય તો શક્ય તેટલું વધુ પાણી પીઓ. ડોક્ટર્સ પણ આ સલાહ આપતા હોય છે. અને આ વાત સાચી છે. સ્કિન પર ગ્લો મેળવવામાં પાણી બહુ મહત્વનો રોલ ભજવતું હોય છે. માટે, પીવાય એટલું વધુ પાણી પીઓ.

- લગભગ અડધા લીંબોનો રસ નીચોવી લો અને તેમાં મધની સાથે હુંફાળું પાણી ઉમેરો. દરરોજ ખાલી પેટે આ મિશ્રણ લો. અન્ય ફાયદાની સાથે આ મિશ્રણ તમારા લોહીને શુદ્ધ બનાવશે.

- જો તમારી સ્કિન ઓઇલી હોય તો મુલતાની માટીમાં ગુલાબજળ ભેળવી તેનું મિશ્રણ ચહેરા પર લગાવો. આનાથી તમારી સ્કિન તો ચોખ્ખી થશે જ સાથે ચહેરા પરનું ઓઇલ પણ ચૂસાઇ જશે જેના કારણે તમારી સ્કિન ચોખ્ખી થઇ જશે.

- તમારા ચહેરા પરના ડાઘા દૂર કરવા માટે ટામેટાનો પલ્પ, હળદર, દહીં અને ચણાનો લોટ ભેગો કરી તેને ચહેરા પર લગાવો. આ મિશ્રણ ચહેરા માટે નેચરલ સ્ક્રબનું કામ કરશે.

- નેચરલ બ્લીચ માટે લીંબુની છાલને મધ સાથે સ્કિન પર ઘસો અને થોડી વાર બાદ ચહેરો ધોઇ નાંખો.

- નારંગીના સૂકાયેલા છોતરાને દળીને તેનો પાવડર બનાવો. પાણીમાં ભેળવીને તેને ચહેરા પર લગાવો. આનાથી તમારો ચહેરો ચમકવા લાગશે.

- મકાઇનો લોટ અને દહીં ભેગા કરી દરરોજ સ્કિન પર લગાવશો તો સ્કિન હંમેશા ચોખ્ખી રહેશે.

- જો તમે બહાર તડકામાં જઇ રહ્યા છો તો તમે છત્રી વાપરવાનું રાખો જેનાથી તમારી ચામડીને સૂર્યકિરણોથી થતાં નુકસાન સામે કવચ મળી રહેશે.

- જો તમારી સ્કિન ડ્રાય હોય તો તેને નરિશ્ડ રાખવા માટે તમારા ચહેરા પર બદામના તેલ કે વિટામિન ઈના તેલનો મસાજ કરો

આ બધું કરવા માટે બસ જરૂર છે તમારા બિઝી શિડ્યુલમાંથી થોડી મિનિટો કાઢવાની. જો તમે આ ઘરેલુ નુસખા રેગ્યુલર અજમાવતા થઇ જશો તો સ્કિનને લગતી મોટાભાગની સમસ્યાઓમાંથી તમે છુટકારો મેળવી શકશો.

વધુ જુઓ..

માસિક રાશિફળ ઓગસ્ટ 2026 - સૂર્ય ગોચર અને બુધાદિત્ય યોગથી વૃષભ અને સિંહ સહીત અનેક રાશિઓને થશે લાભ, જાણો કેવો રહેશે ઓગસ્ટ મહિનો તમારા માટે

iPhone 18 Pro Max vs Pixel 11 Pro XL: ઓગસ્ટમાં Google, સપ્ટેમ્બરમાં Apple; જાણો કોણ સૌથી મજબૂત હશે?

પરીક્ષાર્થીઓ માટે મોટા સમાચાર: GPSC બાદ હવે TAT પરીક્ષા પણ મોકૂફ, જુઓ નવું ટાઈમટેબલ

E20 Petrol Price- જો ઇથેનોલનું મિશ્રણ ન થયું હોત, તો પેટ્રોલ 125 રૂપિયા પ્રતિ લિટર હોત... સરકારનો દાવો

શું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી જૈશ-એ-મોહમ્મદના નિશાના પર છે? બર્ધમાનથી ધરપકડ કરાયેલા આતંકવાદીની પૂછપરછ કરવામાં આવશે.

વધુ જુઓ..

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

ઉપવાસ દરમિયાન બનાવો ક્રિસ્પી સાબુદાણાના બોલ, તેનો સ્વાદ ચીઝ બોલ જેવો થશે, સરળ રેસીપી

હિંડોળા ઉત્સવનો પ્રારંભ

શ્રાવણમાં ભાગવાન શિવને લગાવો આ ખાસ વસ્તુઓનો ભોગ, પ્રસન્ન થશે ભોલે ભંડારી, ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments