મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

બ્યુટી ટિપ્સ : દૂધ દ્વારા ત્વચામાં નિખાર લાવવાના ઘરેલુ ઉપાયો

યુવતીઓ હોય કે સ્ત્રીઓ દરેકને પોતાની ત્વચાની ખૂબ જ કાળજી હોય છે. દરેક યુવતી ઈચ્છે કે તેની ત્વચા મુલાયમ અને ચમકતી દેખાય. દરેક યુવતીના ચહેરા પર ગ્લો આવી શકે છે, બસ જરૂર છે થોડીક કાળજીની. એ માટે તમારી કોઈ મોંધી ટ્રીટમેંટ લેવાની જરૂર નથી કે બ્યુટીપાર્લર જવાની પણ જરૂર નથી. અહી અમે તમને થોડાક ઘરેલુ ઉપાયો બતાવી રહ્યા છે જેને અપનાવવાથી તમારી ત્વચામાં નિખાર આવશે.

દૂધ છે ત્વચા માટે ઉત્તમ ક્લિન્ઝર - રસોડામાં દૂધ તો હોય જ. થોડુંક દૂધ લઇ તેમાં રૂનું પૂમડું બોળીને ચહેરા પર ઘસશો એટલે ચહેરો એકદમ ચોખ્ખો થઈ જશે. દૂધ એવું ક્લિન્ઝર છે જે ચહેરાની ચમક અનેકગણી વધારી મૂકે છે.

દૂધનું સ્ક્રબ - દૂધમાં ઓટમીલ મિક્સ કરીને એક પ્રકારનું સ્ક્રબ બનાવી શકાય છે. આ સ્ક્રબ ફેસ ક્લિન્ઝરનું કામ કરશે. ઓટમીલનો પાઉડર બનાવીને થોડા દૂધમાં મિક્સ કરી લેવો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને સ્ક્રબિંગ કરવું.

ગુલાબજળ અને દૂધ - પાંચથી છ ચમચી દૂધ લઇને તે દૂધમાં થોડાંક ટીપાં ગુલાબજળના નાંખીને તે મિશ્રણમાં રૂ બોળીને રૂને ચહેરા પર ગોળાકારે ઘસવું. ગોળાકારે મસાજ કરો તે હળવા હાથે કરવો. એજ રીતે ગળા તથા ગરદન પર પણ હળવા હાથે રૂથી સાફ કરવું. આમ કરવાથી ચહેરા તથા ગરદન પરની ગંદકી દૂર થઈ જશે. ત્યારબાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઇને ત્વચાને અનુરૂપ ફેસપેક લગાવી લેવો.

દૂધ તથા મધનું મિશ્રણ - ચમકદાર ત્વચા મેળવવા માટે મધ તથા દૂધનું મિશ્રણ ખૂબ જ અસરકારક રહેશે. એકલું દૂધ લગાવવાને બદલે તમે જો મધ મેળવીને લગાવશો તો ત્વચા ચોખ્ખી થશે અને ચમકદાર પણ થશે. તમને ખીલની સમસ્યા હોય તો આ મિશ્રણમાં થોડો લીંબુનો રસ ઉમેરી દેવો.

દૂધ તથા પપૈયું - પપૈયામાં રહેલાં વિશિષ્ટ પ્રકારના એન્ઝાઇમ ચહેરા પરના ડાઘ ધબ્બાને દૂર કરે છે. દૂધમાં પપૈયું મિક્સ કરીને તેની પેસ્ટ 5 મિનિટ સુધી ચહેરા તથા ગળા અને ગરદન પર લગાવી રાખવી. આમ કરવાથી મૃત ત્વચા દૂર થશે અને ચહેરાની ચમક વધશે.

આ રીતે તમે ચહેરાની સુંદરતા વધારવા તેમ જ ઘૂંટણ, કોણી, ગરદનની કાળાશ દૂર કરવા દૂધનો ઉપયોગ કરી શકો છો. શિયાળામાં દૂધમાં ગાજરનો રસ ઉમેરીને પણ ઉપયોગમાં લઇ શકાય છે. ગાજરમાં રહેલું બિટા કેરોટિન ચહેરા પરની કરચલીઓ દૂર કરવામાં ઉપયોગી થશે.

વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.