Beauty Care : ત્વચાનો રક્ષક છે ઓલિવ ઓઈલ
જાપાનમાં થયેલા એક મહત્વના સંશોધન પરથી માલુમ પડ્યું છે કે સન બાથ બાદ સ્કિન પર વર્જિન ઓલિવ ઓઇલ લગાવવાથી ટ્યુમર થવાનું જોખમ ઓછું થઇ જાય છે. ઓલિવ ઓઈલ સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારી છે. ઓલિવ ઓઈલના ફાયદા --
કરચલીનું દુશ્મન : અઠવાડિયામાં ત્રણવાર લીંબુના રસમાં ઓલિવ ઓઇલ ભેળવીને ચહેરાની માલિશ કરવાથી કરચલીઓ તો દૂર ભાગશે જ પણ ચહેરો પણ નિખરી ઉઠશે. સાથે વાળમાં તેનો ઉપયોગ કરવાથી સારું કન્ડિશનિંગ પણ થઇ જશે. તમારા હાથમાં થોડું ઓલિવ ઓઇલ લો અને તેને ડ્રાય, બેજાન વાળ પર લગાવો. આમ કરવાથી તમારા વાળ સિલ્કી થઇ જશે. જો તમને ડેન્ડ્રફની સમસ્યા છે તો આ ઓઇલ તે પણ દૂર કરી દેશે.
કોણી ચમકાવે છે : ઓલિવ ઓઇલ અને લીંબુ મિક્સ કરીને કોણી પર ઘસવાથી તેની કાળાશ અને ડ્રાયનેસ દૂર થશે અને તમારી કોણીનો રંગ હાથના રંગ જેવો જ નિખરી જશે.
ફેશિયલનું કામ કરે છે. ચહેરાને સાદા પાણીથી સારી રીતે સાફ કરી દો. હવે ઓલિવ ઓઇલથી મસાજ કરો. ત્યારબાદ અડધી ચમચી ખાંડ લઇને ચહેરા પર ઘસો. અંતમાં હુંફાળા પાણીમાં એક મુલાયમ કપડું પલાળી ચહેરોને ભીનો કરી લૂછી લો. થોડા દિવસ સુધી આમ કરવાથી તમે અનુભવશો કે તમારો ચહેરો બરાબર નિખરી ઉઠ્યો છે. ડ્રાય, બેજાન હોઠ પર ઓલિવ ઓઇલની હળવા હાથે સવાર-સાંજ માલિશ કરવાથી તમારા હોઠ કોમળ થઇ જશે.