ઘરેલુ નુસ્ખા - સ્કિન બળી જાય તો આ ઘરેલુ નુસ્ખા અજમાવો
રસોડામાં કામ કરતી વખતે, ફટાકડાથી સ્કિન દઝાતા જ તેના પર પાણી નાખવાનુ કહેવામાં આવે છે જે બિલકુલ ખોટુ છે. તેને બદલે દઝાય જતા આ નુસ્ખા અપનાવશો તો જલ્દી રાહત મળશે.
હળદર - જે સ્થાન પર ત્વચા દઝાય ગઈ છે ત્યા હળદર અને પાણીનુ ઘટ્ટ પેસ્ટ બનાવીને લગાવી લો. અડધો કલાક પછી પાણીથી સાફ કરી લો. આ ઉપરાંત કુણા દૂધમાં અડધી ચમચી હળદર નાખીને દિવસમાં બે વાર પીવો. તેનાથી ઘા જલ્દી ભરાય છે.
ડુંગળી - સ્કિનના જે ભાગમાં દઝાયાના ઘા છે ત્યા ડુંગળીની સ્લાઈસ કાપીને મુકી દો. તેના પર પટ્ટી બાંધી દો. દરેક કલાક પછી ડુંગળીની સ્લાઈસ બદલો. આ અશુદ્ધિને જલ્દી ખેંચી લે છે અને ઘા ભરવામાં મદદરૂપ છે.
કેળાના છાલટાં - વધુ પાકેલા કેળાના છાલટા બળેલી ત્વચાને ઠંડક પહોંચાડે છે. ઘા પર છાલટા લગાવો અને ઉપરથી પટ્ટી બાંધી દો. આખી રાત પટ્ટી બાંધી રાખો અને સવારે તેને સાફ કરી લો. ઘા જ્લ્દી ભરાય જશે.
લસણ - લસણની કેટલીક કળીયો ક્રશ કરીને ઘા પર લગાવીને પટ્ટી બાંધી લો. એક દિવસ સુધી આ રીતે મુકી રાખો અથવા લસણની પેસ્ટ બનાવીને ઘા પર લગાવી શકો છો. લસણની બે કળીઓ રોજ ખાવ. ઘા અંદરથી ભરાશે.
ટૂથપેસ્ટ - સ્કિન પર જેવુ કંઈક ગરમ લાગે તો ત્યા ટૂથપેસ્ટ તરત જ લગાવી લો. પેસ્ટ સુકાય જાય પછી તેને સાફ કરી લો. દર કલાકે આવુ કરતા રહો. આ દઝાયેલ ભાગને ફુલાવીને તેને મટાવવામાં મદદ કરે છે.