ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 22 જાન્યુઆરી 2018 (15:51 IST)

સવારે 1 કપ Tea પીતા પહેલા જાણી લો.. ખાલી પેટ ચા પીવાના આ 9 નુકશાન...

ચા ભારતીય સમાજનુ એક અભિન્ન અંગ બની ચુકી છે. જેને તમે ઈચ્છવા છતા પણ નજર અંદાજ કરી શકતા નથી. જે દિવસે ચા ન પીવો તો એવુ લાગે છે કે દિવસની શરૂઆત જ થઈ નથી. 
 
ભારતમાં લગભગ 90 ટકા લોકો સવારે નાસ્તો કરતા પહેલા ચા જરૂર પીવે છે. શુ તમને લાગે છે કે આ એક સારી ટેવ છે. રિસર્ચ મુજબ સવારે ખાલી પેટ ચા પીવી ખૂબ નુકસાનદાયક  બની શકે છે.  ખાસ કરીને ગરમીમાં. 
 
ચા માં કૈફીન અને ટૈનિન હોય છે જે શરીરમાં ઉર્જા ભરી દે છે. કાળી ચા માં જો દૂધ મિક્સ કરીને પીવામાં આવે તો તેના એંટીઓક્સીડેંટ ખતમ થઈ જાય છે અને પછી એ એટલી અસરકારક રહેતી નથી. 
શુ તમારુ ચા પીધા વગર કામ નથી ચાલતુ  ? જો આવુ છે તો ચા વિશે કેટલીક જરૂરી માહિતી છે જે અમે તમારી સાથે આજે શેયર કરી રહ્યા છીએ. જો તમે ખાલી પેટ કે પછી વધુ ચા પીવો છો તો તમને તેના નુકશાન વિશે જરૂર ખબર હોવી જોઈએ. 

1. શુ ચા પીધા પછી ઉલટી જેવુ થાય છે.. ચા માં પુષ્કળ એસિડ હોય છે. જેને ખાલી પેટ સવારે પીવાથી પેટના રસ પર સીધો પ્રભાવ પડે છે. તેથી અનેક લોકોને સવારે ચા પીવી ગમતી નથી. 
 
2. શુ બ્લેક ટી નુકસાનદાયક છે.. જો ચા માં દૂધ ન નાખવામાં આવે તો તે ખૂબ ફાયદો પહોંચાડે છે. જેવી કે જાડાપણું ઓછુ કરવુ. પણ જો વધુ બ્લેટ ટી નુ સેવન કરવામાં આવે તો તે સીધી પેટ પર અસર કરે છે. 
 
 

3. દૂધની ચા પીવાના નુકશાન. ..  અભ્યાસમાં જોવા મળ્યુ  છે કે જે લોકો ખાલી પેટ ખૂબ વધુ ચા પીવે છે. તેમને થાકનો એહસાસ થાય છે. ચા માં દૂધ મિક્સ કરવાથી એંટીઓક્સીડેંટની અસર ખતમ થઈ જાય છે. 
 
4. કડક ચા પીવાના પ્રભાવ ખાલી પેટ કડક ચા પીવાથી પેટને સીધુ નુકશાન પહોંચી શકે છે. કડક ચાથી પેટમાં અલ્સર અને એસિડિટી થઈ શકે છે. 

5. બે જુદી જુદી ચા મિક્સ કરીને પીવાનુ નુકસાન અભ્યાસ મુજબ જાણવા મળ્યુ છે કે જો તમે બે જુદી જુદી બ્રાંડની ચા એક સાથે મિક્સ કરીને પીશો તો  તેની અસર ખૂબ ઝડપથી થશે અને તમે અનુભવશો કે તમને નશો ચઢી ચુક્યો છે. 
 
6. ચા સાથે બિસ્કિટ ખાવાથી શુ થાય છે.. ચા સાથે બિસ્કિટ કે અન્ય વસ્તુ ખાવાથી પેટ દ્વારા ચા સારી રીતે પચાવી લેવામાં આવે છે. બીજી બાજુ ચા સાથે ફરસાણ કે ગળ્યુ ખાવાથી શરીરને સોડિયમની પ્રાપ્તિ થાય છે. જેનાથી અલ્સર થતુ નથી. 

7. ચા પીવાની ગંદી ટેવ શુ છે - ચા માં ટૈનિન હોય છે. ખાસ કરીને ઘટ્ટ રંગવાળી ચા મા. આવામાં તેઓ પોતાના ખાવામાં રહેલ આયરન સાથે રિએક્ટ કરી શકે છે. તેથી બપોરે જમ્યા પછી ચા ન પીશો. 
 
8. પ્રોસ્ટેટ કેંસરનો ખતરો વધી જાય છે જે પુરૂષ દિવસમાં 5 કપ ચા પીવે છે. તેમણે પ્રોસ્ટેટ કેંસરનો ખતરો વધી જાય છે, એવી વાત અભ્યાસમાં આવી છે. આ પહેલા અનેક શોધોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચા પીવાથી કેંસરનો ખતરો ટળે છે.  
 
9.  વધુ ગરમ ચા પીવાનુ નુકશાન..  બ્રિટિશ મેડિકલ જર્નલમાં છપાયેલ નવા અભ્યાસ મુજબ વધુ ગરમ ચા પીવાથી ખાવાની નળી કે ગળાનુ કેંસર થવાનુ સંકટ આઠ ગણુ વધી જાય છે. વધુ ગરમ ચા ગળાના ટિશ્યુને નુકશાન પહોંચાડે છે...